તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વલસાડમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 15 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 152 થઈ

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 1,81,195 લોકોને રસીનો એક ડોઝ આપી દેવાયો

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 15 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 1605 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વલસાડ તાલુકામાં 9, પારડી તાલુકામાં 1, વાપી તાલુકામાં 2, ધરમપુર તાલુકામાં 1 અને કપરાડા તાલુકામાં 2 કોરોના સંક્રમિત નોંધાયા હતા.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 10 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા. વલસાડ જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1300 થઈ છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 1 લાખ 81 હજાર 195 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 27 હજાર 649 લોકોનું રસીનો બીજા ડોઝની કોરોના રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો