તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:સંઘપ્રદેશ દમણમાં ગુરુવારથી 18 થી 45 વર્ષની ઉમરના લોકોને અપાશે કોરોના પ્રતિરોધક રસી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ 750 ડોઝ આપવામા આવશે

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં ગુરૂવાર 13 મે થી 18થી 44 વર્ષના યુવાનો માટે કોરોના રસીકરણ જુમ્બેશ શરૂ કરી રહ્યા છે. જેમાં દમણના યુવાનોને મોટા પાયે રજીસ્ટેશન કરવી તારીખ અને નામ નોંધાવી સમયસર રસી મુકાવી લેવા અપીલ કરી છે.

દમણમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાને રાખીને દમણના પ્રશાશકે આરોગ્ય વિભાગને રસીકરણ કેમ્પ યોજીને દમણના લોકોને રસી મુકાવી આપવા સૂચના આપવામાં આવી છે. હાલ દમણ ખાતે 45થી વધુ વયના લોકોના કોરોના રસી કેમ્પ યોજવામાં આવ્યો હતો. દમણ પ્રશાશકે 13મી મે 2021થી 18થી 44 વર્ષના દમણના યુવાનો માટે કોરોના રસી મુકવાની શરૂઆત કરવા જઈ રહ્યું છે.

દમણ કલેક્ટરે યુવાનોને કોરોના રસી મુકાવવા અપીલ કરી છે. સાથે ઓનલાઈન પોટલ ઉપર નામ નોંધાવવા યુવાનોને અપીલ કરી છે. સાથે યુવાનોને રસીકરણ માટે નામ નોંધાવી સમયસર રસી મુકાવી લેવા અપીલ કરી છે

અન્ય સમાચારો પણ છે...