વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે એક સગીરે 2 યુવકો ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને થતા ઉમરગામ પોલીસે ઘટનામાં ઇજાગ્રસ્ત બંને યુવકોને સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. ઘટના અંગે ઉમરગામ પોલીસે સરકારી અને ખાનગી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
ઉમરગામ તાલુકાના સોળસુંબા ફાટક પાસે રહેતો યુવક આનંદભાઈ સુરેશભાઈનો ભાઈ શક્તિ સુરેશભાઈ અને તેનો મિત્ર મંજેશ લાલચંદ યાદવ 1લી મેના રોજ માણેક બિલ્ડીંગ ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન એક સગીર વયના બાળકે બંને યુવકો પર અગમ્ય કારણોસર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ લોકોને થતાં સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત લોકોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટના અંગે ઉમરગામ પોલીસની ટીમને જાણ કરી હતી.
પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત શક્તિ સુરેશ અને મંજેશ લાલચંદ યાદવને 108ની મદદ વડે સેલવાસની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઘટના અંગે 2જી મેના રોજ આનંદ સુરેશભાઈએ શક્તિસિંહ સુરેશભાઈ અને તેના મિત્ર મંજેશ યાદવ પર જીવલેણ હુમલો કરનારા સગીર સામે FIR નોંધાવી હતી. ઉમરગામ પોલીસની ટીમે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરગામ પોલીસે ઘટના અંગે સરકારી અને ખાનગી CCTV ફૂટેજ મેળવી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.