મમતા મરી પરવારી:વલસાડના ટુકવાળા ગામે નિષ્ઠુર માતાએ એક દિવસની બાળકીને ત્યજી દીધી, રડવાનો અવાજ આવતાં ખેત મજૂરનું ધ્યાન ગયું

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે રાત્રે 9 કલાકે બાળકી આબાંની વાડીમાંથી મળી
  • બાળકીને કીડીઓ કરતા રડવાનો અવાજ આવતા જાણ થઇ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામ ખાતે આવેલી એક આંબા વાડીમાં શુક્રવારે રાત્રે 9 કલાકે એક ખેત મજૂરને બાળકનો રડવાનો અવાજ આવતા આજુબાજુમાં ચેક કરતા એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસને કરતા પોલીસે 108ની મદદ વડે ત્યજી દેવાયેલી બાળકીને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામ ખાતે આવેલી એક આંબા વાડીમાં શુક્રવારે રાત્રે 9 કલાકે એક ખેત મજૂરને બાળકનો રડવાનો અવાજ આવતા આજુબાજુમાં ચેક કરતા એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસને કરતા પોલીસે 108ની મદદ વડે ત્યજી દેવાયેલી બાળકીને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામ ખાતે આવેલી એક આંબા વાડીમાં એક ખેત મજૂરને શુક્રવારે રાત્રે બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. વાડીમાં ચેક કરતા એક દિવસના નવજાત બાળક ઉપર કીડીઓ ફરતી હતી. ખેત મજુરે તાત્કાલિક આંબા વાડીના મેનેજરને વાડીમાંથી નવજાત બાળકી મળી હોવાની જાણ કરી હતી. વાડીના મેનેજરે તાત્કાલિક પારડી પોલીસને જાણ કરી હતી.વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામ ખાતે આવેલી એક આંબા વાડીમાં એક ખેત મજૂરને શુક્રવારે રાત્રે બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. વાડીમાં ચેક કરતા એક દિવસના નવજાત બાળક ઉપર કીડીઓ ફરતી હતી. ખેત મજુરે તાત્કાલિક આંબા વાડીના મેનેજરને વાડીમાંથી નવજાત બાળકી મળી હોવાની જાણ કરી હતી. વાડીના મેનેજરે તાત્કાલિક પારડી પોલીસને જાણ કરી હતી.

પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. બાળકીને ચેક કરતા એક દિવસની બાળકી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 108ની મદદ મેળવીને બાળકીને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી હતી. પારડી પોલીસ મથકે આંબા વાડીના મેનેજરે બનાવની નોંધ કરવી આગળની તપાસ હાથ ધરી છે.

બાળકીનું વજન ઓછું હોવાથી હાલ સારવાર હેઠળ

પારડીના ટુકવાડા ખાતે એક આંબા વાડીમાં મળી આવેલી નવજાત બાળકીનું વજન ઓછું હોવાથી હાલ સિવિલના બાળકોના ICUમાં દાખલ કરવામાં આવી છે. નવજાત બાળકીની નાળ પણ હજુ તાજી છે. બાળકી હાલ સ્વસ્થ હાલતમાં છે.

અન્ય સમાચારો પણ છે...