ચોમાસાની દસ્તક:દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર બોર્ડના ગામોમાં મેઘરાજાની પધરામણી, લોકોએ ગરમીમાં રાહત મેળવી

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો

રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે વલસાડની પાડોશમાં આવેલા દાદરા નગર હવેલીમાં આજે ચોમાસાએ દસ્તક દીધી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.

ચોમાસાનું વહેલું આગમન થતા ખેડૂતોની ચિંતા વધી
ગુરુવાર અને શુક્રવારે સાંજે મહારાષ્ટ્ર રાજ્ય ના કેટલાક વિસ્તારો માં વરસાદ નું આગમન થયું તો સાથે સાથે મહારાષ્ટ્રથી ગુજરાતના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. જ્યારે કેરીના અને ઉનાળુ પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. એક અઠવાડિયા પહેલા મોન્સૂન વિસ્તારમાં આવી પહોંચતા ખેડૂતોના તૈયાર પાકને નુક્શાનીની ભીતિ સતાવી રહી છે.

લોકોએ ગરમીમાં રાહત અનુભવી
દાદરા નગર હવેલીમાં આજે મેઘરાજાએ દસ્તક દઈ દીધી છે. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણ પલટાઈ ગયુ હતું. આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...