બેદરકારી:વલસાડ રેલવે ગોદીમાં ટ્રકમાં અનાજની ગુણીઓ પલડી ગઇ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 58 ની સામે માત્ર 6 વેગનનો પતરાનો શેડ હોવાથી નુક્સાની

વલસાડ રેલવે ગોદીમાં શુક્રવારે પંજાબથી આવેલા 29 વેગન ચોખાનો જથ્થો FCIમાં મોકલવાની કામગીરી દરમિયાન અચાનક વરસાદ શરૂ થઈ જતા ચોખાની ગુણીઓ ટ્રકમાં ભરતી વેળા પલડી ગઈ હતી. રેલવેની આખી ગોદીમાં શેડ વધારવા વારંવાર રજૂઆતો કરવા છત્તા વિભાગ દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા અનાજનો જથ્થો વેગનમાંથી ટ્રકમાં મૂકતી વખતે પલડવાનો વારો આવ્યો હતો.

વલસાડ રેલવે સ્ટેશને કરોડોના ખર્ચે નવીની કારણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલવે સ્ટેશનની કાયા પલટી નાખવામાં આવી હતી. વર્ષે કરોડો રૂપિયાની આવક આપતી રેલવે ગોદીમાં 58 વેગન માટે રેલવે ગોદી બનાવવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા 58 વેગન સામે માત્ર 6 વેગનનો પતરાનો શેડ તૈયાર કરવામાં આવ્યો છે. બાકીની જગ્યાએ ખુલ્લી રાખવામાં આવી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ વારંવાર રજુઆત કરવા છત્તા રેલવે વિભાગની ઉદાસીનતાના કારણે દર વર્ષે ચોમાસામાં અનાજનો જથ્થો પલડતો હોય છે.

શુક્રવારે વલસાડ રેલવે ગોદીમાં પંજાબથી 29 વેગન ચોખાનો જથ્થો FCIમાં મોકલવા માટે આવ્યો હતો. જે વરસાદમાં પણ કોન્ટ્રેકર દ્વારા મજૂરોને વેગનમાંથી ટ્રકમાં અનાજનો જથ્થો ભરાવવામાં આવ્યો હતો. રેલવેના ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છત્તા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા દર વર્ષે અનાજ વરસાદમાં પલડતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...