• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In The Valsad Assembly Election, 4 MLAs Were Repeated, Kanubhai Desai In Pardi And Jeetubhai Chaudhary Got Ticket In Kaprada.

સતત ત્રીજી વાર ભાજપે વિશ્વાસ મુક્યો:વલસાડ વિધાનસભાની ચૂંટણીમાં 4 ધારાસભ્યો રિપિટ થયા, પારડીમાં કનુભાઇ દેસાઇ તો કપરાડામાં જીતુભાઇ ચૌધરીને ટિકિટ મળી

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતાંની સાથે જ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ટિકિટ ઇચ્છુક લોકોમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી. ત્યારે સોમવારે મોડી રાત્રે વલસાડ વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય ભરત પટેલને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે. સતત ત્રીજી વખત ભાજપે ભરત પટેલ ઉપર વિશ્વાસ મુક્યો છે. તેમણે કરેલા વિકાસના કામોને ધ્યાને રાખીને તેમણે રિપીટ કર્યા છે.

24 દાવેદારોએ ભાજપ તરફથી ટિકિટ માંગી હતી
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ધારાસભ્ય ભરત પટેલ સહિત વલસાડ વિધાનસભા બેઠક ઉપરથી 24 દાવેદારોએ ભાજપ તરફથી ટિકિટ માંગી હતી, ત્યારે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ વલસાડના ધારાસભ્યનું નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. વલસાડ ધારાસભ્ય ભરત પટેલે કરેલા વિકાસના કામોને ધ્યાને રાખીને તેમના નામ ઉપર મહોર લાગી હતી.

ગત મોડી રાત્રિએ સી આર પાટીલે ફોન કરીને જણાવ્યું
ગત મોડી રાત્રિએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભરત પટેલને ફોન કરી તેમના નામની મહોર લાગી હોવાનું જણાવી અભિનંદન પાઠવ્યા હતા અને ગત વિધાનસભા કરતાં વધુ લીડ મેળવવા જણાવ્યું હતું. જેથી ધારાસભ્ય ભરત પટેલના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમના સમર્થકોએ ઘર આગળ ફટાકડાં ફોડી઼ ટિકિટ મળવા બદલ ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...