રણજી ટ્રોફી:વલસાડ BDCA ખાતે ચાલી રહેલી મેચમાં આજના દિવસના અંત સુધીમાં પંજાબની ટીમે 345 રનની લીડ મેળવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડના BDCA સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચના બીજા દિવસે સવારે પંજાબ 286માં ઓલ આઉટ થયું હતું. જ્યારે ગુજરાતની ટીમ 287 રનના સ્ક્રોરને ક્રોસ કરવા બેટિંગ ઉપર ઉતરી હતી લંચ સુધીમાં પંજાબના બલતેજ સિંગે 11 ઓવર નાખી ગુજરાતની 5 વિકેટ ઝડપી પંજાબની ટીમને મજબૂત સ્થિતિમાં લાવ્યો હતો. ગુજરાતની ટીમ પણ સન્માન જનક સ્ક્રોર બનાવવા પ્રયાસો કરશે. ગુજરાતની ટીમ માત્ર 97 રન માં સમેટાઈ હતી, પંજાબની ટીમે 189ની લીડ સાથે ફરી મેદાનમાં ઉતરી હતી. અને 156 રને 6 વિકેટ ગુમાવી ચુકી છે. જેની સાથે આજના દિવસના અંત સુધીમાં પંજાબની ટીમે 345 રનની લીડ મેળવી છે. આજના દિવસના સ્ટાર તરીકે પંજાબના બોલર બલતેજ સિંગ રહ્યો હતો. જેને ગુજરાતની 7 મહત્વની વિકેટ લઈને ગુજરાતની ટીમને પ્રેસરમાં લાવી દીધી હતી.

વલસાડ BDCA દ્વારા સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર પંજાબ અને ગુજરાત વચ્ચે રણજી જંગમાં મુકાબલો થઇ રહ્યો છે. મેચના પ્રથમ દિવસે પંજાબે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. જેમાં પ્રથમ દિવસે ઓપનર બેટસમેન પ્રભસિમરન સિંઘે 43 રન અને અભિષેક શર્માએ 10 રન કર્યા હતા. પ્રથમ દિવસના અંતે પંજાબના બેટિંગ ઓર્ડરે 90 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 276 રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. બીજા દિવસે સવારે પંજાબની ટીમ 286માં ઓલ આઉટ થઈ ગઈ હતી. ગુજરાતની ટીમે 287 રન ક્રોસ કરવા રણનીતિ બનાવી બેટિંગ ઓડર મુજબ બેટિંગ શરૂ કરી હતી. જ્યારે પંજાબની ટીમે ગુજરાતની ટીમને 287 રન ક્રોસ ન કરવા રણનીતિ બનાવી હતી. લંચ સુધીના ખેલમાં પંજાબની ટીમના બલતેજ સિંધે ગુજરાતની ટીમની 5 વિકેટ ઝડપી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...