ગ્રામસભા તોફાની બની:વલસાડના મગોદ ડુંગળી ગામમાં યોજાયેલી સભામાં પાણી અને રસ્તા મુદ્દે તડાફડી બોલી

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભાની શરૂઆતમાં ગ્રામજનોને પાણી નો બગાડ ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મગોદ ડુંગરી ખાતે પંચાયતનું પાણીનું બિલ બાકી હોવાના મુદ્દે ગ્રામસભા.ગરમાઈ હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા. મગોદ ડુંગરી ખાતે રસ્તાના નવીની કરણમાં દબાનો અને વિજપોલ પંચાયતના ખર્ચે દૂર કરવા માછી મહાજન પંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા મગોદ ડુંગરી ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રસ્તાના નવીનીકરણ અને રસ્તો પહોળો કરવામાં અડચણરૂપ વીજપોલ પંચાયતના ખર્ચે ખસેડવા, તેમજ માછી મહાજન પંચ દ્વારા પાણીનો વેરો ઉઘરાવી પંચાયતમાં જમા કરાવવામાં આવતો હોવા છતાં, પંચાયતની પાણી સમિતિ દ્વારા પાણી વેરો ન ભરતા કુલ 12 લાખથી વધુ નોવેરો બાકી હોવાના મુદ્દે માછી મહાજન પંચ અને ડેપ્યુટી સરપંચ સામસામે આવી જતા, ગ્રામ સભા ગરમાઇ હતી. માછી મહાજનના અગ્રણીઓએ સમયસર પૈસા ભરવા છતાં ગામમાં સમયસર પાણી મળતું ન હોવાની ફરિયાદો કરી હતી.

જ્યારે, ડેપ્યુટી સરપંચ અને પાણી સમિતિના અધ્યક્ષએ પાર નદીથી પાણીની ટાંકી સુધી આવતી લાઈનમાં ભંગાણ પડતું હોવાથી પાણી સમયસર ગામને મળતું ન હોવાનો બચાવ કર્યો હતો. સાથે વર્ષ 2018માં પાણી સમિતિએ ચાર્જ સંભાળ્યો તે પહેલાથી પાંચ લાખથી વધુ નું બિલ પાણી પુરવઠા વિભાગમાં બાકી હોવાનો હિસાબ પાછલી બોડી પાસેથી લેવાનો બાકી હોવાથી બિલ વધીને 12 લાખથી વધુ પહોંચી ગયું હોવાનું જણાવ્યું હતું. ગ્રામસભામાં સરપંચ, તલાટી સહિત ગ્રામના અગ્રણીઓ, માછી મહાજન સંઘના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાણીના બિલ ભરવાના મુદ્દે મામલો ગરમાતા, તલાટી અને અગ્રણીઓએ વચ્ચે પડી મામલો શાંત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...