વલસાડ જિલ્લામાં પસાર થનારી પાવર ગ્રીડ પોજેક્ટ હેઠળ 400 KV અને 765 KVની હાઈ ટેનશન લાઈન પસાર થનાર છે. જે માટે વીજ કંપની કાયમી ધોરણે જનીન સંપાદન દ્વારા કરવાની માંગ કરી છે. ખેડૂતોની જમીન કાયમી ધોરણે સંપાદન કરવા માંગ કરી રહ્યા છે. હાઈ ટેનશન લાઈન નીચે ખેતીના કામો થવાના ન હોવાથી વીજ કંપની દ્વારા કાયમી ધોરણે જમીન સંપાદન કરવા માંગ કરી રહ્યા છે. જમીન સંપાદનમાં ઊંચું વળતર મળે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા ખેડૂત સમજે જિલ્લા કલેક્ટરને આવેદન પાત્ર પાઠવી યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં પાવરગ્રીડ પ્રોજેકટ હેઠળ વીજ કંપની દ્વારા વલસાડ જિલ્લાના અંદાજે 2500 જેટલા ખેડૂતોની જમીન હાઇટેન્શન લાઇનમાં સંપાદન થવા જઈ રહી છે. જેમાં નવસારીથી દમણ 400 KV લાઇન 46 મીટર (150 ફુટ) પહોળી અને 765 KV નવસારી નિયુક્ત મુંબઈ લાઇન 67 મીટર (220ફુટ) પહોળી જમીન ઉપર બાંધકામ કે વૃક્ષ ઉગાડવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો ખેતી કરતા જમીનમાં ફળ, શાકભાજી, અનાજ કે અન્ય પાકોનું ફલીકરણ માં વિક્ષેપ પડશે. તેમજ ડ્રોન વડે પ્રવાહી ખાતર દવા છંટકાવ ખેડૂતો માટે શક્ય નથી. ત્યારે પાવર ગ્રીડ નફો કરતી લીસ્ટેડ કંપની છે. ખેડૂતોની કિમતી ફળદ્રુપ જમીન કાયમ માટે નકામી કરી દેવાના હોય તો પુરી જમીન સંપાદન કરો અથવા ટેલિકોમ કંપની ટાવર ઊભા કરી કાયમ માટે જમીનનું ભાડુ આપવા ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂતોની જમીનમાંથી કોઈ પણ કાયદાકીય પ્રોસેસ વગર નમૂનાની નકલ 7માં નોંધ કર્યા વિના મામુલી વળતર અને તે પણ નક્કી કર્યા વગર પોલીસ બળ સાથે રાખી ખેડૂતોને જાણ કર્યા વિના આ લાઇન નાંખવાના પ્રયત્નો થઇ રહ્યા છે. વલસાડ જિલ્લાના વેલપરવા, મોટા વાઘછીપા, પંચલાઇ, ધગડમાળ, ડુંગરી, પરીયા, સુખલાવ, નેવરી, ડહેલી, અરનાલા,ચીવલ,પાટી , લખમાપોર, સામરપાડા, સોનાવાડા, કચવાલ, સહિતના અનેક ગામોનો ખેડૂતોની જમીનમાંથી હાઈટેન્શન લાઈન નાખવા માટે સમાવેશ થઇ રહ્યો છે. ત્યારે આ લાઇન દરિયા કિનારે કોસ્ટલ માર્ગે સરકારી ખુલ્લી જગ્યામાંથી લાઈન જવી જોઈએ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
જે બાબતે વલસાડ જિલ્લા પાવર ગ્રીડ અધિકારી સુખવિંદર સિંગ એ જણાવ્યું હતું કે નવસારીથી વલસાડ જિલ્લામાં પાવરગ્રીડ કંપની દ્વારા 2 રૂટો ઉપર હાઇટેન્શન લાઇન નાખવામાં આવી રહી છે. કોસ્ટલ ટ્રેક ઉપર આ પ્રોજેકટ થઇ શકે નહિ. જેમાં અનેક અવરોધ રહે છે. ખેડૂતોને વળતર ગુજરાત સરકારના ધારા-ધોરણ મુજબ આપવામાં આવે છે. અને કોઇ જગ્યાએ પોલીસને સાથે રાખી જબરજસ્તી કરવામાં આવી નથી હોવાનું જણાવ્યું હતું. વલસાડ જિલ્લાના ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ખેડૂતોએ પાવર ગ્રીડ પ્રોજેકટમાં જમીન સંપાદનમાં એક્સપ્રેસ હાઇવે અને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં મળેલા વળતરની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.