તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં જિ.તા.પં.ના 11 ફોર્મ ભરાયા, ધરમપુરમાં 5,પારડીમાં 3 ફોર્મ ભરાયા

વલસાડ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા 4 દિવસમાં 11 ફેબ્રુઆરી,ગુરૂવાર સુધીમાં કુલ 11 ફોર્મ ભરાયા છે.જેમા સૌથી વધુ ધરમપુર અને પારડી તાલુકામાં રજૂ કરવામાં આવ્યા છે.ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષો દ્વારા ફોર્મ રજૂ કરાશે. જિલ્લા પંચાયતની 38 બેઠક માટે અત્યાર સુધી માત્ર 2 ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાયા છે.

જ્યારે વલસાડ તાલુકા પંચાયતની બેઠકો માટે 1 ફોર્મ,પારડી તા.પં.ની બેઠકો માટે 3 ફોર્મ,વાપી,ઉમરગામ અને કપરાડા તા.પં.ની ચૂંટણી માટે કોઇપણ ફોર્મ રજૂ કરાયા નથી.જ્યારે ધરમપુર તાલુકા પંચાયતની ચૂંટણી બેઠકો માટે 5 ઉમેદવારી પત્રો ભરાઇ ચૂક્યા છે.આમ જિલ્લા પંચાયત બેઠક માટે 2 અને તાલુકા પંચાયતોની ચૂટણી માટે 9 ઉમેદવારી પત્રો છેલ્લા 4 દિવસમાં રજૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો