• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In The Kaprada Area Of Valsad District, After 30 Years, A Wave Of Joy Spread In The Diocese When He Got The Post Of Minister

જીતુ ચૌધરી બન્યા મંત્રી:વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં 30 વર્ષ બાદ મંત્રી પદ મળતા પંથકમાં આનંદની લહેર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપરાડા તાલુકા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહકપરાડા તાલુકા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં મંત્રી તરીકે જીતુ ચૌધરીને સ્થાન મળતા કપરાડાના કાર્યકરોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. કપરાડા ચાર રસ્તા ઉપર ફટાકડા ફોડી કપરાડા ઉપર વિશ્વાસ મુકવા બાદલ કપરાડા BJPના કાર્યકરોએ આભાર વ્યક્ત કરી જીતુ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં મંત્રી તરીકે જીતુ ચૌધરીને સ્થાન મળતા કપરાડાના કાર્યકરોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. કપરાડા ચાર રસ્તા ઉપર ફટાકડા ફોડી કપરાડા ઉપર વિશ્વાસ મુકવા બાદલ કપરાડા BJPના કાર્યકરોએ આભાર વ્યક્ત કરી જીતુ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.

કપરાડા તાલુકાને 30 વર્ષ બાદ મંત્રીપદ ફાળવાતા BJPના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 30 વર્ષ પહેલાં બરજુલભાઈ પટેલને ગ્રામ વિકાસ મંત્રી બનાવ્યા હતા, ત્યારબાદ કપરાડા બેઠકના ધારાસભ્યને મંત્રી પદ મળ્યું ન હતું. 30 વર્ષ બાદ પહેલી વખત કપરાડા તાલુકામાં મંત્રી પદ મળતા કપરાડા તાલુકાના લોકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.કપરાડા તાલુકાને 30 વર્ષ બાદ મંત્રીપદ ફાળવાતા BJPના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 30 વર્ષ પહેલાં બરજુલભાઈ પટેલને ગ્રામ વિકાસ મંત્રી બનાવ્યા હતા, ત્યારબાદ કપરાડા બેઠકના ધારાસભ્યને મંત્રી પદ મળ્યું ન હતું. 30 વર્ષ બાદ પહેલી વખત કપરાડા તાલુકામાં મંત્રી પદ મળતા કપરાડા તાલુકાના લોકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

જીતુ ચૌધરીની રાજકીય કારકિર્દીજીતુ ચૌધરી કૉંગ્રેસની ટિકિટ પર ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજ્યસભાની ચૂંટણી પૂર્વે જીતુ ચૌધરીએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ કપરાડા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેને ટિકિટ આપતા તેની અહીંથી જીત થઈ હતી. હવે જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામા આવતા કપરાડામાં જીતુ ચૌધરીના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...