તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના કાળ:અતુલ કંપનીમાં ટેન્કરમાંથી ઓલિયમ ગેસ લિકેજ થતાં એકને અસર થતાં હોસ્પિટલમાં

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોકડ્રિલમાં બચાવ કામગારીમાં 15ને હળવી અસર દર્શાવી
  • હકિકતમાં 1ને અસર થઇ

અતુલ કંપનીમાં લઇ જવાતા ઓલિયમ ગેસના ટેન્‍કરમાંથી બુધવારે ગેસ લિકેજ થતાં દોડધામ મચી ગઇ હતી.કંપનીના સુરક્ષા કામદારોએ ગેસ લીકેજને કાબૂમાં લેવા ભારે કવાયત કરતા 1 કામદારને ગેસની અસર થવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.જ્યારે અન્ય 15 કામદારોને હળવી અસર થતાં સ્થળ ઉપર પ્રાથમિક સારવાર અપાઇ હતી.

બુધવારે અતુલ કંપનીમાં ઓલિયમ ગેસ લઇ જતું ટેન્કરના વાલ્વમાંથી ગેસ લિકેજનું મોકડ્રિલ કરાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. પ્રાથમિક પગલારૂપે ઇમરજન્સી જાહેર કરી રસ્તાઓની અવર-જવર બંધ કરી દેવાઇ હતી. ગેસની અસર ઓછી કરવા પાણીનો મારો ચલાવયો હતા. આ મોકડ્રિલમાં 1ને ગેસની વધુ અસર થતાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અન્ય 12 થી 15 જણાને જૂજ અસરો જણાતાં તેમને સલામત સ્થળે લઇ જઇ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.કંપનીના અધિકારીઓ,જીપીસીબી અધિકારી તથા કંપનીના કર્મચારીઓ મોકડ્રિલમાં હાજર રહ્યા હતા.જિલ્લા લોકલ ક્રાઇસીસ ગ્રૂપ-અતુલ, ક્રાઇસીસ ગ્રૂપના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી તેમજ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ‍ય વિભાગના ઉપક્રમે ઓફસાઇટ પ્લાન અંગેનું રીહર્સલ યોજાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો