તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને આમંત્રણ:વલસાડ જિલ્લાના વાપીમાં હસ્તકલા પ્રદર્શનમાં કોરોનાના ગાઇડલાઇનના ધજાગરા, સ્ટોલ ધારકો જ માસ્ક પહેરવાનું ભૂલ્યા

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હસ્તકલા પ્રદર્શનમાં સાઈન બોર્ડ ખાલી દેખાવ પૂરતા લગાવ્યા હોવાનું જોવા મળ્યું
  • કોરોનાના નિયમોના પાટિયા તો લાગ્યા પણ તેનું પાલન ન થયું

વલસાડ જિલ્લાના વાપીમાં તારીખ 09મી જુલાઈથી 18મી જુલાઈ સુધી ગુંજન વિસ્તારમાં આવેલ રામલીલા મેદાનમાં 'હસ્તકલા પ્રદર્શન - સહ વેચાણ હાટ'નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, કોરોના કાળમાં આયોજિત આ મેળો વાપીના લોકો માટે કોરોનાને નોતરું આપવા સમાન છે. મેળામાં કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે સૂચના બોર્ડ લગાવ્યા છે. જ્યારે આ સુચનાઓનું ખુદ 100 જેટલા સ્ટોલ ધારકો જ ભંગ કરતા જોવા મળ્યા હતાં.

વાપીમાં Indext C (Industrial Extension Cottage) રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કામ કરતી સંસ્થા દ્વારા ગુજરાત રાજયના હસ્તકલા અને હાથશાળની કલા ક્ષેત્રે કામ કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે હસ્તકલા મેળાનું આયોજન કર્યું છે. મેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોટા મોટા બેનર લગાડવામાં આવ્યાં છે. જેમાં લખેલા કોરોના ગાઇડલાઈનના નિયમોનો મેળાના 100 જેટલા સ્ટોલ ધારકો જ ભંગ કરતા નજરે પડ્યા હતાં. ત્યારે વાપી નગરના રહીશો ચેતશે નહિતો આ મેળો વાપીમાં ફરી કોરોનાને પગપેસારો કરાવશે.

વાપીમાં હસ્તકળા પ્રદર્શન હાટ મેળોનું કોરોના કાળમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટોલ ધારકો જ કોરોના ગાઈડલાઈન અને નિયમો નેવે મુકતા સ્ટોલ ધારકો જોવા મળ્યા હતા. આયોજકો દ્વારા સ્ટોલ ધરકોને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા જાણકારી આપવી જરૂરી બની રહ્યું છે. હસ્ત કલા મેળામાં વેપારીઓ માસ્ક વગર દેખાય તો મુલાકાતીઓ પાસે કઈ રીતે પાલન કરાવશે.

વલસાડ જિલ્લાના વાપીના ગુંજનના રામલીલા મેદાન ખાતે હસ્તકલા મેળાનું વિધિવત ઉદ્ઘાટન થયું છે. હસ્ત કલા મેળાના પ્રવેશ દ્વાર ઉપર કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા જાગૃતિના મોટા મોટા બેનર લગાડ્યા છે. જેમાં કોવીડ -19 ને હરાવવા મુલાકાતીઓ તેમજ કારીગરો માટે અગત્યના સૂચનો લખ્યા છે.

આ નિયમોના પાટિયા

આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરીએપરિસરમાં પ્રવેશ માટે થર્મલ સ્કેન કરાવવુંપરિસરમાં પ્રવેશ પહેલા સેનેટાઈઝરથી હાથ સ્વચ્છ કરવાપરિસરમાં પાન-મસાલા ખાવાની સખ્ત મનાઈ છેપરિસરમાં થુંકવાની સખ્ત મનાઈ છેસોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરીએપરિસરમાં યોગ્ય રીતે ફેસ-માસ્ક પહેરવું ફરજીયાત છેહાથ મિલાવવાનું ટાળીએડિજીટલ પેમેન્ટનો આગ્રહ રાખીએ10 વર્ષથી નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વડીલોએ પ્રવેશ ટાળવોસરકારના તમામ નિયમો પાળીએ

તમામ નિયમોને નેવે મૂકાયા

આ તમામ નિયમો પણ માત્ર લખવા ખાતર જ લખ્યા હતાં. 100 જેટલા સ્ટોલ ધારકોને કે આવનાર મુલાકાતીઓમાં કદાચ મોટાભાગના લોકો આ નિયમનો અમલ કરતા હશે કે કેમ તે શંકા છે. પરિસરમાં થર્મલ ગનની સુવિધા જ નથી. માત્ર એક જ સ્થળે 2 સેનેટાઈઝર રાખ્યા છે. જ્યાં સિક્યુરિટી ખુદ માસ્ક વગર એકબીજાની નજીક ખુરશીઓ ખેંચી બેસેલા હતા જ્યારે મુલાકાતીઓ બિન્દાસ્ત આવજા કરતા હતાં. સ્ટોલ ધારકો માસ્ક વગર જ દરેક ચીજો વેંચતા હતાં. કોઈક સ્ટોલમાં બે કે ત્રણ વેપારીઓ હતા પણ તમામ માસ્ક વગરના હતાં.

સ્ટોલના સંચાલકો અને કારીગરો જ માવા-ગુટખા ખાતા હતાં

હસ્તકળા મેળામાં પોતાની ચીજવસ્તુઓ વેંચવા આવેલા કેટલાક સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના સ્ટોલ ધારકો અને કારીગરો હતા. જે હાથમાં માવો ચોળતા હતા, કોઈકના ગલોફામાં માવો અને ગુટખા ભરાવ્યાં હતાં. એજ રીતે તેઓ ચીજવસ્તુઓનું વેંચાણ કરતા હતા. મુલાકાતીઓ ચીજવસ્તુઓ જોતા હતા અને ખરીદતા હતા. સ્ટોલ ધારકોએ માસ્ક પહેર્યા નહોતા, હાથ મોજા પહેર્યા નહોતા દરેક ચીજવસ્તુઓ પોતાના હાથથી જ મુલાકાતીઓને બતાવતા હતા અને કોરોના ગાઇડલાઈનના તમામ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં.

ઘરે રહો સુરક્ષિત રહો

ઉલ્લેખનીય છે કે, Indext C (Industrial Extension Cottage) રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કામ કરતી સંસ્થા છે. (Indext C) Industrial Extension Cottage દ્વારા ગુજરાત રાજયના હસ્તકલા અને હાથશાળની કલા ક્ષેત્રે કામ કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજ્યના વાપી જેવા વિવિધ નગરોમાં હાથશાળ-હસ્તકલાના મેળાઓ યોજે છે. વાપીમાં 10 દિવસ માટે GIDC એસ્ટેટમાં ગુંજન વિસ્તારમાં અંબા માતા મંદિર નજીક આવેલા રામલીલા મેદાનમાં 'હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણ હાટ'નું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન યોજાયેલા આ મેળામાં જો આવી રીતે નિયમોના ધજાગરા ઉડશે તો મેળા બાદ વાપીમાં કોરોના વિસ્ફોટ થવો ચોક્કસ છે. એટલે ઘરે રહો સુરક્ષિત રહો અને મેળામાં જવાનું ટાળો એ જ કોરોના સામે રક્ષણ મેળવવાનો એકમાત્ર અકસીર ઈલાજ છે.

અન્ય સમાચારો પણ છે...