ચૂંટણી બાદ પણ બેઠકો ખાલી રહેશે:વલસાડ જિલ્લાના 28 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 29 બેઠકો પર ઉમેદવારો જ ના મળ્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ પણ આ બેઠકો ખાલી જ રહેશે

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીથી રાજકીય ભવિષ્ય કંડારવા માંગતા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર કરી હતી. જેમાં 327 બેઠક ઉપર સરપંચ અને 3001 વોર્ડ સભ્યની બેઠક ઉપર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવા પડાપડી કરી હતી.

ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્ય તરીકે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના આગેવાનોએ અને ગામના અગ્રણીઓના પ્રયાસથી 24 ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવી હતી. જ્યારે સરપંચ પદના વધુ 3 ઉમેદવારો અને વોર્ડ સભ્ય પદના 616 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા હતા. આ સમગ્ર ઘટનામાં વલસાડ જિલ્લાના 28 ગામોમાં 29 વોર્ડ સભ્યોની બેઠક ઉપર એકપણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી. આ સામાન્ય ચૂંટણી બાદ પણ આ બેઠકો ખાલી જ રહેશે. 29 બેઠકો ઉપર એકપણ ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...