ગોપાલ ઈટાલીયાનું નિવેદન:વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે

વલસાડએક મહિનો પહેલા
  • વાપી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કરી જાહેરાત
  • આપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કામગીરી હાથ ધરાઈ

વલસાડ જિલ્લાની વાપી નગર પાલિકાની ટર્મ પૂર્ણ થતાં રાજ્ય ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 28 નવેમ્બરના રોજ વાપી નગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન યોજાશે. વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી દ્વારા તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.

ગોપાલ ઈટાલીયાએ પત્રકાર પરિષદ યોજી
સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળેલી સફળતા બાદ રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાપી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ પત્રકાર પરિષદ યોજી હતી.

ઉમેદવારોની પસંદગીની કામગીરી હાથ ધરાઈ
ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, વાપી નગર પાલિકાની તમામ બેઠક ઉપર પુરી તાકાત સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉમેદવારોને ઉતારશે. સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

28 નવેમ્બરના રોજ યોજાશે ચૂંટણી
વાપી નગર પાલિકાની સામાન્ય બેઠક ઉપર 28 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે વાપીના ડો. રાજીવ પાંડેને વાપી નગર પાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...