કામગીરી શરૂ:વલસાડમાં પૂર વિસ્તારમાં કિચડ-ગંદકી, 4 પાલિકાની ટીમ કામે લાગી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છીપવાડ અનાજ બજારમાં બગડેલું અનાજ,કાદવ કિચડની સફાઈ શરૂ કરાઇ. - Divya Bhaskar
છીપવાડ અનાજ બજારમાં બગડેલું અનાજ,કાદવ કિચડની સફાઈ શરૂ કરાઇ.
  • છીપવાડમાં 60 દૂકાનમાં અનાજ પલળતા 1 કરોડના નુકસાનનો અંદાજ, ઉપરવાસ ધરમપુરમાં 4.5 ઇંચ,કપરાડા 9 ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં બે દિવસથી મૂશળધાર વરસાદના પગલે તાન માન નદીમાંથી નિકળી વલસાડ થઇ અરબી સમુદ્રને મળતી ઔરંગાનદીમાં ભારે રેલના કારણે રવિ અને સોમવારે શહેરના નીચાણવાળા અને કાંઠાના ગામોમાં પૂરના પાણી પ્રસરી જતાં અનેક વિસ્તારો ટાપુમાં ફેરવાઇ ગયા હતા.

શહેરના છીપવાડ, અનાજબજાર, પારડીસાંઢપોર, ધમડાચી, બરૂડિયાવાડ, તરિયાવાડ, આંધિયાવાડ, જૂના કોસંબા, વલસાડપારડી, હિંગરાજ ગામ, ભદેલીદેસાઇપાર્ટી, લીલાપોર, વેજલપુર, ભાગડાવડા જેવા નીચાણના અને નદી પટના વિસ્તારો જળબંબાકાર થઇ જતા સ્લમ વિસ્તારોના ઝુંપડા અને કાચા મકાનો છત સુધી ડુબી ગયા હતા.1200 રહીશોનું સલામત સ્થળાંત કરી દેવાયું હતું.

સોમવારે બપોર બાદ પૂરના પાણી ઓસરવા માડતાં મંગળવારે નદીના પાણીનો કાંપનો કાદવ, ગંદકી ઉલેચવા તંત્રએ કામગીરી શરૂ કરી દીધી હતી. વલસાડ, વાપી, પારડી, ધરમપુર પાલિકાની ટીમો સવારે જ આવી પહોંચી શહેરના છીપવાડ,વલસાડપારડી સહિતના નીચાણવા‌ળા સફાઇ કામો યુધ્ધના ધોરણે હાથ ધરાયા હતા. અનાજના વેપારીઓ પલળી ગયેલા અનાજની સફાઇમાં જોતરાયા હતા.

તરિયાવાડનો યુવાન રેલના પાણીમાં તણાયો
વલસાડમાં આવેલા પૂરના પાણીમાં તરિયાવાડમાં જળબંબાકાર અને ધસમસતા પાણી ફરી વળતાં ચેતન નામનો 30 વર્ષીય યુવાન પાણીમાં તણાઇ ગયો હતો.એનડીઆરએફની ટીમે મોડી સાંજે તેને આ વિસ્તારના ઝાડીઝાંખરામાં તેના મૃતદેહને શોધી કાઢ્યો હતો. વરસાદની ચાલુ સિઝનમાં પાંચથી વધુ ઇસમોના મોત થયા છે.

અનાજની દૂકાનોમાં મોટુ નુકસાનનો અંદાજ
છીપવાડમાં અનાજની દૂકાનોમાં વેપારીઓ સાફસફાઇના કામે જોતરાયા છે. સોમવારે રેલના ધસમસતા પાણી ફરી વળતાં અનાજબજારના હોલસેલના 60થી વધુ દૂકાનોમાં અનાજ કઠોરસહિતના સામાન પલળી જતાં રૂ.1 કરોડના નુકસાનનો અંદાજ છે.હાલમાં દૂકાનોના વેપારીઓ દ્વારા સરવે કરાઇ રહ્યું છે. > સમીર મપારા,પ્રમુખ,હોલસેલ વેપારી મહામંડળ

અસરગ્રસ્તોને કેશડોલ માટે સરવે શરૂ
સોમવારે રેલ બાદ હજી આગાહી છે,જેથી સૌએ સાવચેત રહેવું જરૂરી છે.હાલે ઉપરવાસમાં વરસાદની સ્થિતિ પર મોનિટરિંગ થઇ રહ્યું છે.રેલના પાણી ઉતર્યા છે ત્યારે સામાજિક સંસ્થાઓના સહયોગથી ફુડ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.કેશડોલનું સર્વે ચાલુ છે,ગ્રાન્ટ આવે એટલે 48 કલાકમાં ચૂકવાશે.છીપવાડમાં અનાજ બજાર સહિતમાં સફાઇ કામ માટે પ્રાદેશિક કમિશ્નર દ્વારા પાલિકાઓની ટીમ બોલાવવામાં આવી છે.જે સફાઇ કામ શરૂ કરી રહી છે.લોકોના સ્વાસ્થ્ય માટેના કામ માટે એન્ટીવાયરલ જેવી બાબત માટે આરોગ્ય ટીમ કામ કરી રહી છે. > ક્ષિપ્રા અગ્રે,કલેટકટર

અન્ય સમાચારો પણ છે...