વલસાડ કોરોના LIVE:વલસાડ જિલ્લામાં કોરોનાના વિસ્ફોટ, આજે નવા 159 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 835 થયો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 55 દર્દીઓએ કોરોનાને માત આપી ડિસ્ચાર્જ થયા
  • સેલવાસમાં 8 કેસ સાથે 47 એક્ટિવ કેસ
  • દમણમાં 9 નવા કેસ સાથે 56 એક્ટિવ કેસ

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 159 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસનો આંક 835 થયો છે. તેમજ 55 દર્દીઓએ કોરોનાને માત આપી ડિસ્ચાર્જ થયા છે. આ ઉપરાંત સેલવાસમાં 8 કેસ નવા નોંધાયા છે અને 47 એક્ટિવ કેસ થયા છે. તેમજ દમણમાં નવા 9 કેસ સાથે 56 એક્ટિવ કેસ થયા છે. વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ 100થી વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસ 835 પર પહોંચ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 159 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 97, વાપી 34, પારડી 8, ઉમરગામ 14, ધરમપુર 4 અને કપરાડા તાલુકામાંથી 2, કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે 55 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યાં બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 159 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 835 પર પહોંચી ચુક્યો છે. જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3 લાખ 74 હજાર 735 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 67 હજાર 475 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 7 હજાર 260 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 5 હજાર 958 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15+ વર્ષની વધુ ઉંમરના 13 લાખ 63 હજાર 010 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 13 લાખ 21 હજાર 699 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે. વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ તાલુકામાં 519 એક્ટિવ, પારડી તાલુકાના 81 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 157 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 54 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 16 અને કપરાડા તાલુકામાં 8 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 7 હજાર 260 સંક્રમિત કેસ સામે 5 હજાર 958 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.

વલસાડ જિલ્લામાં બુસ્ટર ડોઝના પ્રથમ દિવસે વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર આરોગ્ય કર્મચારીઓ અને ફન્ટલાઈન કોરોના વોરિયર્સએ મળી કુલ 1977 લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે.

વલસાડ જિલ્લામાં જાન્યુઆરીથી કોરોનાના કેસોમાં કુદકેને ભૂસકે વધારો નોંધાઇ રહ્યો છે. જોકે, હોસ્પિટલોમાં 5 ટકા દર્દી જ સારવાર માટે દાખલ થઇ રહ્યા છે જ્યારે બાકીના મોટાભાગના દર્દીઓ હોમકોરન્ટાઇનમાં જ કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર રાખવામાં આવ્યા છે. રવિવારે વધુ 140 દર્દી કોરોના ટેસ્ટમાં પોઝિટિવ નિકળ્યા હતા. જેમાં 9 બાળક અને 17 યુવા કોરોનાની ઝપેટમાં ચઢી ગયા હતા. જોકે, કોઇ મૃત્યુનો બનાવ સામે આવ્યો ન હોવાથી થોડી રાહત અનુભવાઇ રહી છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 744 પર પહોંચી ગઇ છે.

ડિસેમ્બર 2021ના અંતિમ સપ્તાહથી ધીમી ગતિએ આગળ ધપી રહેલા કોરોનાએ નવા વર્ષ 2022ના પ્રથમ માસ જાન્યુઆરીના પ્રથમ દિવસે 4 19 કેસ સાથે ફુંફાડો મારતાં અનહોનીના એંધાણની પ્રતિતી થઇ હતી અને ત્યારથી જ સતત કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન 100ની સરેરાશથી વધતા રહ્યા છે.

જાન્યુઆરીના પ્રથમ 9 દિવસમાં જ 698 કેસ નોંધાઇ જતાં બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં વધુ માત્રામાં કેસો સામે આવી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાયું છે. જોકે. બીજી લહેરમાં જે ઘાતકતા સામે આવી હતી તેવી સ્થિતિ જોવા મળી નથી તેની હાલે તો રાહત છે.બીજી તરફ રવિવારે જિલ્લામાં વધુ 140 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં સંક્રમિત થયેલા 25 ટકા દર્દીએ ડબલ ડોઝ અને 65 ટકા સિંગલ ડોઝ તથા 10 ટકા ડોઝ વિનાના જોવા મળ્યા હોવાનું આરોગ્ય સૂત્રોના અંદાજા મુજબ જાણવા મળ્યું છે.

સંક્રમિતોમાં 25 ટકા ડબલ ડોઝ, 65 ટકા સિંગલ- 10 ટકા વેક્સિન વિનાના
આરોગ્ય સૂત્રો દ્વારા મળ્યા મુજબ હાલમાં જે કેસ નોંધાઇ રહ્યા છે તેમાં 70 થી 75 ટકા વેક્સિનેટેડ કેસ આવી રહ્યા છે.જેમાં 2 ટકા અગાઉ સંક્રમિત થયા હતા તે પણ ફરી સંક્રમિત થયા છે. નવા કેસોમાં 25 ટકા ડબલ ડોઝ પૂર્ણ કરેલા અને 65 ટકા સિંગલ ડોઝવાળા તથા 10 ટકાની અંદર વેક્સિન વિનાના હોવાનું જાણવા મળ્યું છે.

સંક્રમિતોમાં મોટાભાગે 80% હોમ ક્વોરન્ટાઇન
હાલમાં કોરોનાની અગાઉની ઘાતકતા અને ગંભીર દર્દી જોવા મળ્યા નથી.રેપિડ એન્ટીજન, આરટીપીસીઆર ટેસ્ટમાં નવા કેસોમાં પોઝિટિવ થતાં 80 ટકા સંક્રમિત હોમ કોરોન્ટાઇન થઇ રહ્યા છે. જ્યારે લગભગ 20 ટકા હોસ્પિટલમાં સારવાર લેવાનું મુનાસિબ સમજી રહ્યા છે.સિવિલમાં 4 દર્દી સારવાર લીધી છે.એક્ટિવ કેસના 5 ટકા દર્દી જ હોસ્પિટલમાં જાય છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

રામસેતુ બીચ 3 દિવસ માટે સહેલાણીઓ માટે બંધ
જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાના કેસો વધતા સંઘ પ્રદેશનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જેને લઈને નાઈટ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેની સાથે વધુ સતર્કતાના ભાગ રૂપે રામસેતુ બીચને 3 દિવસ માટે સહેલાણીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. શુક્ર, શનિ અને રવિવારે રામસેતુ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. જેને લાઈની રામસેતુ બીચ સહેલાણીઓ વગર સુમસામ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...