વલસાડ જિલ્લામાં તાલુકા મથકોએ ધો.9થી 12ના વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી માટે યોગ્ય દિશા મળી રહે તે માટે નવી દિશા-નવું ફલક નામે કાર્યક્રમોનું આયોજન કરી નવી પહેલ શરૂ કરવામાં આવી છે.જેમાં શિક્ષક તજજ્ઞો દ્વારા બાળકો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કઇ ફેકલ્ટીમાં જવું જોઇએ,કયા પ્રકારની કારકિર્દી મળી શકે તેનું માર્ગદર્શન મળી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને યોગ્ય કારકિર્દીની પસંદગી કરી શકે તે માટે શિક્ષણ મંત્રીની સૂચના હેઠળ ધો.9થી 12 સુધીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ શાળાઓમાં કાર્યક્રમ યોજવાની પહેલ કરવામાં આવી છે.
આ અંગે કલેકટર ક્ષિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન કરાયું હતું.જેમાં ડીઇઓ કે.એફ.વસાવા,જિલ્લા યુવા વિકાસ અધિકારી,સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય,પોલિટેક્નિક કોલેજના આચાર્ય અને અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં જિલ્લાના તાલુકા મથકે 6 શાળા નક્કી કરાઇ છે.જેમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઉપસ્થિત રહેવા પણ જણાવાયું છે.
હાલમાં જ ધોરણ 9 સુધીના પરિણામો આવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામ આવવાના બાકી છે ત્યારે આ વિદ્યાર્થીઓ ચોક્કસ દિશામાં પોતાનું ભવિષ્ય ઘડતર કરી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ પહેલા નવતર પ્રયોગ હાથ ધરી માર્ગદર્શન આપવાનું નક્કી કર્યું છે. જેનો કેટલો ફાયદો થશે તે જોવાનું રહેશે.
તાલુકા વાર આ શાળામાં કાર્યક્રમ યોજાશે | |||
તાલુકો | શાળા | તારીખ | સમય |
વલસાડ | BAPS સ્વામીનારાયણ,ધારાનગર | 30 મે | 10થી 11.30 |
વાપી | ઉપાસના સ્કુલ.ચલા | 1 જૂન | 10થી 11.30 |
ઉમરગામ | સ્વામીનારાયણ સ્કુલ,ભીલાડ | 1 જૂન | 10થી11.30 |
કપરાડા | એકલવ્ય વિદ્યાલય | 1 જૂન | 10થી11.30 |
પારડી | ડીસીઓ હાઇસ્કુલ | 2 જૂન | 10થી11.30 |
ધરમપુર | બીઆર ઇન્ટરનેશનલ | 2 જૂન | 10થી11.30 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.