તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય ઉથલ પાથલ:જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્યાં વિવાદ થયો અને ક્યાં બળવો થયો

વલસાડ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

વલસાડ જિલ્લા પંચાયતની માલવણ બેઠક પર અસંતોષ
જિ.પં.ની 38 બેઠક માટે ભાજપે જાહેર કરેલી યાદીમાં વલસાડની માલવણ જિ.પં.ની બેઠક પર ટિકિટ ફાળવણીના મુદ્દે વિવાદ સર્જાવાના એંધાણ છે.આ બેઠક ઉપર ભાજપે 2015માં અપક્ષમાંથી ચૂંટાયેલા ચિંતન પટેલના ધર્મપત્ની બ્રિજના ચિંતન પટેલને ટિકિટ આપી છે. જેની સામે સ્થાનિક આગેવાનોએ પ્રદેશ અને જિલ્લા સંગઠન સામે ભારે વિરોધ નોંધાવ્યો છે.ચિંતન પટેલે ગત ચૂંટણીમાં ભાજપ સામે નારાજગી સાથે પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યાનો આક્ષેપ હતો. 5 દાવેદારે અગાઉ વિરોધ કર્યો હતો.પરંતુ યાદી જાહેર થતા ચિંતનના ધર્મપત્નીને ટિકિટ મળી છે.

કલવાડા અને ચણવઇમાં નવા ચહેરા
વલસાડના કલવાડાની જિ.પં.બેઠક પર ભાજપે તા.પં.ના માજી પ્રમુખ કલ્પનાબેન રૂપેશ પટેલને ટિકિટ આપી છે.વલસાડની ચણવઇ તા.પં.ની બેઠક માટે 35 વર્ષથી ભાજપના કાર્યકર રહેલા ગણપત પટેલને ટિકિટ ન ફાળવવાના પગલે મુંડન કરાવી વિરોધ કરતાં ચકચાર જાગી હતી.પરંતું તેમના વિરોધની પ્રદેશ કે સંગઠન સુધી કોઇ અસર થઇ ન હતી.આ બેઠક પર નવા ચેહેરા વિપુલ રતિલાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

ધરમપુરમાં 3 ટર્મવાળા બે દાવેદાર કપાયા
જિ.પં.ની બારોલિયા બેઠક પરથી 3 ટર્મ ચૂંટાયેલા અને જિ.પં.ના માજી પ્રમુખ મીનાબેન ચૌધરી થતા બોપી બેઠકના 3 ટર્મથી ચૂંટાયેલા ઝીણાભાઇ પવારની ટિકિટ કપાઇ હતી.આ બંન્ને માજી સભ્યોએ દાવેદારી કરી હતી.બારોલિયા બેઠક માટે ભાજપે ગણેશ બિરારીના ધર્મપત્ની ઉર્મિલા બેનને ટિકિટ ફા‌‌ળવી છે. મોટીકોરવડ ઉપર ભાજપે જિ.પં.ના વર્તમાન મહિલા સભ્ય અને જિ.પં.શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિર્મળાબેનને રિપીટ કર્યા છે.

ભાગડાવડાના તા.ભાજપના પૂર્વ પ્રમુખનો બળવો
ભાગડાવડાના 3 ટર્મ સુધી સરપંચ રહી ચૂકેલા અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તથા તા.ભાજપના માજી પ્રમુખ શિવાંગી પટેલના પતિ ધર્મેશ પટેલે યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ટિકિટનો દાવો કર્યો હતો પરંતુ નવા ઉમેદવારોને ટિકિટ આપતા બળવો પોકાર્યો છે.કોસંબા જિ.પં.ની બેઠક અ્ને તેની તા.પં.ની 4 બેઠક પર પોતાના વિશ્વાસુ ભાજપના કાર્યકરો સાથે અપક્ષ લડવા કામગીરી શરૂ કરી દીધી છે. ધારાસભ્ય ભરતભાઇ પટેલનું નિવાસ સ્થાન હોવા છતાં ધર્મેશ પટેલે તેમના કાર્યકર્તાઓએ પાર્ટીના નિર્ણય સામે બળાપો જાહેર કરી યોગ્યતા ધરાવનારાની અવગણના કરાઇ હોવાના આક્ષેપ કર્યા છે.

નાનાપોંઢામાં જૂના જોગી, ગોઇમામાં નવો ચહેરો
વલસાડ જિલ્લાપંચાયતની નાનાપોંઢા બેઠક પર ભાજપે જિ.પં.ની બાંધકામ સમિતિના અધ્યક્ષ રહી ચૂકેલા ગુલાબ રાઉત અને ધરમપુર તાલુકાની મોટીકરવડ બેઠક ઉપર જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્યક્ષ રહી ચૂકેલા નિર્મળાબેન જાદવને ટિકિટ ફાળ‌વી છે.આ જિ.પં.ના બે સભ્યોને રિપીટ કરાયા છે. વલસાડ જિલ્લા પંચાયતની ગોઇમા બેઠક પર શૈલેષભાઇ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો