તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇન એપ્રિલ:જિલ્લામાં RT-PCRના 348 ટેસ્ટમાં 15 પોઝિટિવ જ્યારે 1683 એન્ટિજનમાં 242 કોરોના સંક્રમિત મળ્યા

વલસાડ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાપીમાં આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોના ટેસ્ટ માટે સવારથી જ દર્દીઓ લાંબી કતારમાં ઉભા રહેતા હોય છે જોકે, કીટ ઓછી મળવાના કારણે પરત ફરવાની નોબત આવે છે. - Divya Bhaskar
વાપીમાં આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોના ટેસ્ટ માટે સવારથી જ દર્દીઓ લાંબી કતારમાં ઉભા રહેતા હોય છે જોકે, કીટ ઓછી મળવાના કારણે પરત ફરવાની નોબત આવે છે.
 • જિલ્લામાં વલસાડ અને પારડી તાલુકામાં સંક્રમણ વધુ
 • એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ દર્દીની સંખ્યા ચિંતાજનક
 • એન્ટીજનના પોઝિટિવ દર્દીને માત્ર હોમ આઇસોલેશનમાં રખાતા હોવાથી તેઓ બિન્દાસ બહાર કોરોના ફેલાવવા માટે નિમિત બની છે

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોવિડના દર્દીઓના RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા વધવા સાથે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં શંકાસ્પદ કોરોના પોઝિટિવ દર્દીઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.જિલ્લામાં 6 એપ્રિલે કુલ 1683 એન્ટીજન રેપિડ ટેસ્ટ કરાયા હતા,જેમાં 242 કેસમાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષ્ણો જોવા મળ્યા હતા.

જ્યારે RT-PCRના 348 ટેસ્ટ કરાતા 15 દર્દી પોઝિટિવ નિકળ્યા હતા.આમ એન્ટીજન રેપિટ ટેસ્ટમાં શંકાસ્પદ લક્ષ્ણો ધરાવતા દર્દીની સંખ્યા ઉંચી રહી હતી. એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાતા હોવાથી અને તેમના ઉપર આરોગ્ય વિભાગ કે તંત્રની નજર ન હોવાથી તેઓ બિન્દાસ ફરી રહ્યા છે. જેથી કોરોના સ્પેડર બનવાની શકયતા છે.

દિનપ્રતિદિન વધી રહેલી કોરોના દર્દીઓની સંખ્યામાં વલસાડ જિલ્લો પણ બાકાત રહ્યો નથી.જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પત્યા બાદ માર્ચથી જ સંક્રમણનો વ્યાપ વધવા માડ્યો હતો.જે સિલસિલો એપ્રિલમાં પણ જારી રહ્યો છે. કેસોની સંખ્યા વધતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી અને સીએચસી તથા કોવિડ હોસ્પિટલોમાં એન્ટીજન રેપિડ ટેસ્ટ માટે તાવ,શરદી,ખાંસી જેવા લક્ષ્ણ ધરાવતા દર્દીઓને ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવતા સ્વૈચ્છિક રીતે એન્ટીજન રેપિડ ટેસ્ટ હેઠળ લેવાતા સેમ્પલોમાં શંકાસ્પદ કોરોનાના લક્ષ્ણો વધુ જોવા મળી રહ્યા છે

.આવા દર્દીઓને 7 દિવસ હોમ કોરન્ટાઇન કરી યોગ્ય કાળજી લેવાથી આવા દર્દીઓ સાજા થ‌વામાં સફળ રહ્યા છે.6 એપ્રિલે જિલ્લામાં 1683 એન્ટીજન ટેસ્ટ કરાયા હતા,જેમાં 242 જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓની સંખ્યા જોતા કોરોના વાયરસનું સંક્રમણ જિલ્લામાં ચિંતા ઉપજાવનારું બન્યું છે.આની સામે 348 જેટલા RT-PCR ટેસ્ટ થતાં 15 દર્દી કોરોના પોઝિટિવ નિક‌ળ્યા હતાં.

વાપીમાં રોજ 40 RTPCR- 125 રેપિડ ટેસ્ટ
ઓદ્યોગિક શહેર એવા વાપીમાં હાલમાં પણ લોકો કોરોના ટેસ્ટ માટે ધરમધક્કા ખાઇ રહ્યા છે. આરોગ્ય વિભાગ તરફથી કોરોના ટેસ્ટની કિટનો જથ્થો મર્યાદિત ફાળવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપીની વાત કરીએ મંગળવારે વાપીના ચાર સેન્ટર જેમાં સુલપડ, ડુંગરા, ગીતાનગર અને વાપી ટાઉનમાં આરટીપીસીઆર અને રેપિડ એન્ટીજન ટેસ્ટના કેન્દ્ર બનાવવામાં આવ્યો છે. જોકે, અંદાજે 5લાખથી વધુની વસતિ સામે વાપીમાં દરરોજ સરેરાશ ઓછો ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે આરટીપીસીઆરના 40 અને રેપીડ એન્ટીજનના 125 ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની સામે ડિમાન્ડ વધી રહી છે. જોકે, આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ટેસ્ટ માટે કિટનો જથ્થો ન આવતા અમારી પણ મર્યાદા આવી જતી હોય છે. આ સંજોગમાં કેટલાક શંકાસ્પદ કોરોના દર્દીઓ બહાર ખુલ્લઆમ ફરી શકે છે જે સુપર સ્પ્રેડર સાબિત થઇ શકે એમ છે.

5 એપ્રિલે RTPCR અને રેપિડ ટેસ્ટની સ્થિતિ આ હતી

તાલુકોRTPCRપોઝિટિવનેગેટિવરેપિડ ટેસ્ટપોઝિ.નેગે.
વલસાડ2118203452124328
પારડી111410713219113
વાપી5705725520235
ઉમરગામ5805820216186
ધરમપુર21219882563
કપરાડા321311129103
કુલ4901547512412131028

નિયમોનું પાલન ખુબ જરૂરી
વલસાડ જિલ્લામાં આરટી-પીસીઆર ટેસ્ટમાં દર્દીઓના ટેસ્ટમાં દર્દીઓની સંખ્યા નિયંત્રિત રહી છે જ્યારે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં સસ્પેક્ટેડ કોરોના પોઝિટિવ દર્દી વધુ જોવા મળ્યાં છે.આ સંક્રમણથી બચવા સુરક્ષિત રહેવા માટે ફરજિયાત માસ્ક,ભીડભાડમાં જવાનું ટાળવામાં આવે અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગ તથા સેનેટરાઇઝિંગ કરવું,વારંવાર સાબુથી હાથ ધોવા જેવી કોવિડ-19ની ગાઇડલાઇનનો કાળજીપૂર્વક અમલ કરવો ખુબ જરૂરી રહે છે. - ડો.મનોજ પટેલ,ઇન્ચાર્જ CDHO

6 એપ્રિલે ક્યાં કેટલા રેપિડ ટેસ્ટ અને કેટલા પોઝિટિવ

તાલુકોસેમ્પલપોઝિટિવનેગેટિવ
વલસાડ579134445
પારડી22822206
વાપી46832436
ઉમરગામ22315208
ધરમપુર1152986
કપરાડા701060
કુલ16832421441

બીજો સ્ટેન સૌથી ઘાતક
લોકડાઉન ન હોવાથી અત્યારે લોકો બેફિકર બની ગયા છે જોકે, કોરોનાનો સેકન્ડ સ્ટેન સૌથી ધાતક છે. રાત્રે તમે સુઇ જાઓ અને સવારે તમને અચાનક વીકનેસ અને તાવ જેવા લક્ષણો સાથે કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા હોય છે. હાલના વાયરસમાં સ્પ્રેડિંગની ક્ષમતા પણ સૌથી વધુ છે. - અક્ષય નાડકર્ણી, સ્પેશિયાલિસ્ટ તબીબ-વાપી

ક્યાં કેટલા દર્દીઓ મળ્યા
વલસાડ શહેર અને તાલુકામા કુલ 9 કેસમાં વલસાડ તિથલરોડ ઉપર નિલકંઠ સોસાયટીમાં દંપતી સહિત 2 યુવાન,પાલિહિલ-3માં 51વર્ષીય આધેડ,આરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં 22 વર્ષીય યુવક,મિશન કોલોનીમાં 38 વર્ષીય યુવાન,મહાદેવ ફ.દાંડીમાં 48 વર્ષીય મહિલા,તાલુકાના ભૂતસરમાં 50 વર્ષીય મહિલા,પારડી તા.ના વાઘછીપામાં 27 વર્ષીય યુવાન,વાપીના સારથી એપા.માં 60 વર્ષીય મહિલા,સુમિત શોપિંગ સેન્ટરમાં 28 વર્ષીય યુવાન, ધરમપુર તિસ્કરીતલાટમાં 50 વર્ષીય મહિલા,કપરાડા મોટીપલસાણ માં 27 વર્ષીય મહિલા અને મેણઘા ડેબરપાડા ફ.માં 21 વર્ષીય યુવક

દાનહમાં 14 જ્યારે દમણમાં 2 કેસ
દાનહમાં મંગળવારે નવા 14 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા જે સાથે પ્રદેશમાં કુલ સક્રિય કેસ 133 થયા છે.અત્યાર સુધીમાં 1746 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું મોત થયેલું છે.પ્રદેશમા 397નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાથી 14 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો.તો આજે 20 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી છે. જ્યારે મંગળવારે સંઘપ્રદેશ દમણમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાયા હતાં. જ્યારે 8 દર્દીને રજા આપવામાં આવી હતી. હાલ એક્ટિવ કેસની સંખ્યા 53 ઉપર પહોંચી છે. સંક્રમણ રોકવા વહીવટી તંત્ર એકશન મોડમાં આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો