તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વલસાડ શહેરમાં અષાઢી બીજ નિમિતે યોજાતી નગરચર્યા આ વર્ષે નહીં યોજાય

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રાની સમિતિ અને તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો

વલસાડ શહેરમાં પૌરાણિક મંદિરમાં સ્થાન ધરાવતા જગન્નાથ મંદિર પણ સામેલ છે. વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે એક જ રથમાં સવાર થઈને ભગવાન નગર ચર્યાએ નીકળતા હોય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીનો ધ્યાને રાખીને શુક્રવારે વલસાડ DySP અને PIના અધ્યક્ષ સ્થાને રથયાત્રા કમિટીના સભ્યો સાથે મળેલી બેઠકમાં સોમવારે અષાઢી બીજના દિવસે નિકળનારી રથયાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મંદિર બહાર ભગવાનને ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બિરાજમાન રાખવામાં આવશે અને ભક્તોને કોવિડની ગાઈડલાઈન સાથે મંદિરે આવી દર્શન કરવા વિનંતી કરવામાં આવી છે. વલસાડ DYSP મનોજસિંહ ચાવડાએ મંદિરના મહંત શ્યામદાસજી મહારાજ અને રથયાત્રા મંડળના સભ્યોએ લીધેલા નિર્ણયને આવકાર્યો હતો. સાથે કોરોના મહામારીનો ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણય બદલ મહંત અને મંડળના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા.

મંદિરના મહંત શ્યામદાસજી મહારાજે અમદાવાદ જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા વલસાડના મંદિરનું પણ વિશેષ મહત્વ મિટિંગમાં ઉપસ્થિત અગ્રણીઓને સમજાવ્યું હતું. શહેરના લોકોને કોરોના મહામારીમાં શહેર અને જિલ્લામાં સંક્રમણ ન ફેલાય તે માટે ભક્તોને કોવિડની ગાઈડલાઈન સાથે મંદિરે દર્શનકારવા આવવા તથા વહેલી તકે કોરોના મહામારી વલસાડ અને દુનિયામાંથી નાશ પામે તેવી પ્રાર્થના કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...