તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In The Case Of Alleged Remarks About Hindu Culture, AAP State President Gopal Italia In Valsad Blackened His Mouth With A Poster And Expressed His Indignation.

વિરોધ:હિન્દુ સંસ્કૃતિ વિષે કરેલી કથિત ટીપ્પણીનો મામલો, વલસાડમાં 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના પોસ્ટરમાં મોઢું કાળું કરી રોષ વ્યકત કર્યો

વલસાડએક મહિનો પહેલા
  • થોડા દિવસ પહેલા સોમનાથમાં પણ ઈટાલિયા પર હુમલાનો પ્રયાસ થયો હતો

'આપ' પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા ભૂતકાળમાં હિન્દુ સંસ્કૃતિને લઈ કરેલી કથિત ટીપ્પણીને લઈ છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આજે વલસાડમાં હિન્દુ સંગઠન દ્વારા ઈટાલિયાના પોસ્ટરમાં તેનું મોઢુ કાળું કરી વિરોધ નોંધાવ્યો હતો.

હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, ગોપાલ ઈટાલિયા દ્વારા હિન્દુ સંસ્કૃતિના પ્રતીકો, દેવી દેવતાઓને લઈ જે ટીપ્પણી કરવામા આવી છે તેનાથી તેઓની લાગણી દુભાઈ છે. ઈટાલિયાને આપના પ્રમુખ પદેથી દૂર કરવામા આવે. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ ભવિષ્યમાં પણ ઈટાલિયાનો વિરોધ કરવાનું ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ ગોપાલ ઈટાલિયા જન સંવેદના યાત્રા માટે સોમનાથ પહોંચ્યા હતા ત્યારે તેના પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. તો જૂનાગઢના વિસાવદર તાલુકામાં આપના નેતા ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી પર હુમલો કરાયો હતો.

કેરળમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોડ ઉપર જાહેરમાં ગૌ વંશ કાપી હતી. જે ઘટના ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયાએ ગૌ માસ ભાવતું હોય તે ખાય ન ભાવતું હોય તે ન ખાય જેવું વિવાદિત ટિપ્પણી કરતા વલસાડના હિન્દૂ સંગઠનોની લાગણી દુભાઈ હતી. જેને લઈને વલસાડ શહેરમાં આમ આદમી પાર્ટીના બેનર ઉપર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાના ફોટામાં તેનું મોઢું કાળું કરી વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતમાં આવા નેતાનું કોઈ કામ નથી જણાવી વિરોધ નોંધાવ્યો હતો.

તાજેતરમાં કેરળમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાહેર રોડ ઉપર ગાય ને જાહેરમાં કાપવાની ઘટના બની હતી. જે ઘટના ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી. જેમાં ગોપાલ ઇટલીયાએ જણાવ્યું હતું કે ગૌ માસ જેને ભાવતું હોય તે ખાય અને જેને ન ભાવતું હોય તે ન ખાય આવા વિવાદિત ટિપ્પણીને લઈને વલસાડના ગૌ રક્ષકો અને હિન્દૂ સંગઠન દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાનું મોઢું કાળું કરીને વિરોધ નોંધાવ્યો હતો. હિંદુ આગેવાનોએ આવા નેતાનું ગુજરાતમાં કોઈ કામ ન હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં વલસાડ ના ડુંગરી ખાતે ગૌ તસ્કરી અટકાવતા ગૌ રક્ષકે જીવ પણ ગુમાવ્યો છે. વલસાડના ગૌ રક્ષક અને હિન્દૂ સંગઠન દ્વારા ગોપાલ ઇટલીયાનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...