તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સિવિલ હોસ્પિટલ સહિત આરોગ્ય વિભાગના ઇન-સર્વિસ તબીબો હડતાળ ઉપર ઉતર્યા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ
  • વર્ષ 2015થી ઇન સર્વિસ તબીબો સરકારમાં માંગણીઓ કરી રહ્યાં છે

વલસાડમાં સિવિલ હોસ્પિટલ સહિત આરોગ્ય વિભાગના ઇન-સર્વિસ તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. જેમાં પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ થઇ છે. વર્ષ 2015થી ઇન સર્વિસ તબીબો સરકારમાં માંગણીઓ કરી રહ્યાં છે.

જિલ્લાના 163 જેટલા ઇન સર્વિસ તબીબો હળતાલ પર

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબો પોતાની પડતર માંગણીઓને લઈને જિલ્લાના 163 જેટલા ઇન સર્વિસ તબીબો હળતાલ પર છે. તબીબો GPSCની પરીક્ષા પાસ થાય બાદ સર્વિસ સળંગ ગણવી, ટીફૂ કમિશન 6, 13 અને 19 વર્ષે મળે છે. જેમાં ત્રીજું ટીફૂ કમિશન સમયસર મળતું નથી. આ માંગણીઓને લઈને જિલ્લાના તમામ PHC, CHC, SDS અને સિવિલ હોસ્પિટલના તમામ ઇન સર્વિસમાં ફરજ વર્ગ 1 અને 2 ના તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે.

72 જેટલા તબીબોને વહેલી તકે નિમણૂક કરવાની માંગ

સાતમા પગાર પંચ મુજબ કેન્દ્ર સરકારના ધોરણે 1 જાન્યુઆરીથી નોન પ્રેકટિસ એલાઉન્સની માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી નથી. જે ડો. સરકારી ખર્ચે MD બન્યા છે. તેવા તબીબોને વર્ગ 1 તરીકે નિમણૂક કરી નથી. આવા 72 જેટલા તબીબોને વહેલી તકે નિમણૂક કરવાની માંગ કરી છે. જેને લઈને વલસાડ જિલ્લાના ઇન સર્વિસ તબીબ શુક્રવારથી ચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. જેમાં સરકારી તમામ PHC અને CHC કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાળ ઉપર છે.

અન્ય સમાચારો પણ છે...