આત્મહત્યા:સેલવાસ ડોકમરડીમાં યુવકે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

સેલવાસ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેલવાસના ડોકમરડી પ્રભુ ફળિયાની એક ચાલીમાં એક યુવાને પોતાના રૂમમાં જ અગમ્ય કારણસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. કિશોર ચૌબલ ઉ.વ.24 રહેવાસી કાંતુભાઈની ચાલ,પ્રભુ ફળિયા ડોકમરડી મુળ રહેવાસી આસામ જે બાલાજી ડોનિયાર કંપનીમાં નોકરી કરતો હતો. સવારે પોતાના રૂમમાં જ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર જઇ લાશનો કબજો લઇ પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં મોકલાવી હતી. આ ઘટના અંગે એડી નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે. યુવકે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે હાલ જાણી શકાયું નથી. બહુધા પરપ્રાંતિય દ્વારા છાશવારે આપઘાત કરી લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...