પ્રેમ સંબંધના વહેમમાં માથાકુટ:ઉમરગામના સરીગામમાં યુવક પોતાના મોપેડ પર યુવતી લગ્ન પ્રસંગમાં લઇ ગયો, યુવતીના પરિવારજનોએ રસ્તે રોકી મારમાર્યો

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના પિતા ભાઈ અને માસીએ યુવક પર જીવલેણ હુમલો કર્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રહેતી યુવતીએ તેના મિત્રને સંબંધીના લગ્નમાં જવા આમંત્રણ પાઠવ્યું હતું. યુવક યુવતી સાથે લગ્નમાં હાજરી આપી યુવતીને ઘરે પરત મુકવા જતા વહેમ રાખી યુવતીના ભાઈ, પિતા અને માસીએ યુવકને રસ્તામાં અટકાવી માર માર્યો હોવાની યુવકે ભિલાડ પોલીસ મથકે યુવતીના પિતા, ભાઈ અને માસી વિરુદ્ધ FIR નોંધાવી હતી

યુવતીના કઝીનના ઘરે હાજરી આપવા ગયા હતા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રહેતી યુવતીએ નજીકના વિસ્તારમાં રહેતા એક યુવકને યુવતીના કઝીનના ઘરે લગ્ન પ્રસંગમાં જાવા આમંત્રણ પાઠવ્યું હતું. જેથી યુવક નેહાને યુવકની મોપેડ ઉપર નજીકમાં રહેતા યુવતીના પરિવારના સભ્યના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા લઈ ગયો હતો.

યુવતીને પરત મુકવા જતા હુમલો

લગ્નમાં હાજરી આપી યુવતીને પરત ઘરે મુકવા આવતા નેહાની માસી, ભાઈ અને તેના પિતાએ યુવકની મોપેડની.રસ્તામાં અટકાવી માર માર્યો હતો. યુવક વધુ મારથી બચવા ભાગી છૂટ્યો હતો. તેની મોપેડ લેવા યુવકે તેના મિત્રોને બોલાવી મોપેડ લેવા જતા નેહાની માસીએ અને બેહના ભાઈએ યુવકને પકડી માર માર્યો હતો. અને નેહાના પિતાએ પણ યુવકને માર માર્યો હતો.

મિત્રને પણ માર માર્યો

યુવકના મિત્રો વચ્ચે પડતા વધુ મારથી બચાવ્યો હતો. ઘટના અને યુવક અક્ષય બાબુભાઇ વારલીએ ઘટના અંગે ભિલાડ પોલીસ મથકે નેહાના પરિવાર જનો અજય દિનેશ વારલી, દિલીપ વારલી અને સીમાબેન વારલી વિરુદ્ધ FIR નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...