વલસાડ તાલુકાના જુજવા પથારી ખાતે આવેલી વાંકી નદીમાં 2 દિવસ પહેલા હત્યા કરી થેલામાં બાંધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. આ અંગે આજુબાજુમાં કામ કરતા શ્રમિકોએ તાત્કાલિક ગામના સરપંચ અને વલસાડ પોલીસ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાના જૂજવા પાથરી દત્ત મંદિર પાછળ આવેલી વાંકી નદી પાસે નદીમાં થેલામાં બાંધેલી હાલતમાં લાશ મળી હતી. નદીની બાજુમાં કામ કરતા શ્રમિકોએ નદીમાં હત્યા કરેલી હાલતમાં થેલામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. શ્રમિકોએ ગામના સરપંચ અને વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં થેલામાં બાંધેલી હાલતમાં મળેલી લાશનો કબ્જો મેળવી પી.એમ કરાવાની તજવીજ હાથ ધરી હતી.
વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળ તથા આજુબાજુના વિસ્તારની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ વલસાડ એસપી સહિતને થતા ઘટના સ્થળે પહોંચી વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલા, DySP મનોજ ચાવડા, LCB PI, FSLની ટીમ સહિત વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી.
પથ્થરથી હત્યા કરેલી હાલતમાં અજાણ્યા યુવકની મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. વલસાડ રૂરલ પોલીસે લાશનો ફોટો આજુબાજુના ગામના અગ્રણીઓને મોકલી અજાણ્યા ઇસમની લાશની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.
પોલીસે લાશની ઝીણવટ ભરી રીતે તાપસ કરતા તેની પાસેથી માત્ર 30 રૂપિયા મળ્યા હતા. અજાણ્યા યુવકીની ઓળખના કોઈ પુરાવા મળ્યા ન હોવાથી વલસાડ રૂરલ પોલીસની ટીમે અજાણ્યા યુવકના વાલી વારસોને શોધવા ઓળખ કરી પરિવાર જનો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોના નિવેદ નોંધી સમગ્ર ઘટના ક્રમ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ અજાણ્યો યુવક શ્રમિક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.