વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક દંપતી વચ્ચે નજીવી બાબતે ઘર કંકાશ શરૂ થયો હતો. જે બાદ પતિએ 3 માસના બાળકને પત્ની પાસેથી છીનવી લીધું હતું અને પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી પરિણીતાએ 181 મહિલા હેલ્પ લાઈનની મદદ માંગતા 181ની ટીમે બાળકનો કબ્જો માતાને સોંપ્યો હતો. બંને પક્ષકારોનું કાઉન્સિલિંગ કરીને યોગ્ય કાયદાની જાણકારી આપી પરિવારને વિખેરતા બચાવવાનો પ્રયાસ કરાયો હતો.
વલસાડ જિલ્લાના પારડી તાલુકા નજીકના વિસ્તારમાં એક વર્ષ પહેલા લગ્ન થયેલી પરિણીતા ઉપર પતિ દ્વારા ખોટી શંકા તથા વ્યસનને કારણે શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો. જેથી આ બાબતે પરિણીતાના પિયર પક્ષને જાણ થતાં બંને વચ્ચે સમાધાન કરવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને વચ્ચે મન મેળ ન થતા દંપતિ વચ્ચે સુલે થઈ ન હતી. ઉપરથી પીડિત મહિલાને ધક્કો મારી પિયર જતી રે એમ ઠપકો આપી પતિએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ 3 માસના બાળકને પણ પતિએ લઈ લીધું હતું.
આ કારણે ચિંતાગ્રસ્ત માતાએ તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમની મદદ માંગી હતી. માતા માત્ર સંતાન પર આધારિત છે જે પણ પતિએ છીનવી લેતા 181ની ટીમે મહિલાને સાથે લઈને તેના સાસરીએ પહોંચી હતી, જ્યાં બંને પક્ષોનું અભયમની ટીમે કુશળતાથી કાઉન્સેલિંગ કર્યું હતું અને ઘરેલું ઝઘડા બાબતે બંને પક્ષકારોને યોગ્ય સમજ આપી સમાધાન કરી ધરાવતો બાળક માતાને સોંપવામાં આવ્યું હતું. તથા મહિલાને ઘર સંસાર બાબતે નિર્ણય કરવા થોડો સમય આપવામાં આવ્યો છે જેથી તે પોતાનું દાંપત્યજીવન વિષે યોગ્ય નિર્ણય લઈ શકે આમ માતા બાળકને સુખદ મિલન 181 દ્વારા કરવામાં વલસાડ અભયમની ટીમને મહત્વની સફળતા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.