• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Order To Solve The Problem Of Stray Cattle In Valsad City, For The First Time, A Cow Sanctuary Was Constructed For The Shelter.

યાતનામાંથી મુક્તિ:વલસાડ શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન ઉકેલવા પહેલ આશ્રય સ્થાન માટે પ્રથમવાર ગૌ ધામનું નિર્માણ કરાયું

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં રખડતા ઢોરને પકડી ગૌધામમાં આશ્રય માટે મૂકાયા. - Divya Bhaskar
વલસાડમાં રખડતા ઢોરને પકડી ગૌધામમાં આશ્રય માટે મૂકાયા.
  • ગૌવંશ અને શહેરીજનોને લાંબા સમય બાદ હાશકારો, રખડતા ઢોરને હવે નવુ સ્થાન મળશે
  • અગ્નિવીર સંસ્થાને દાતાની જમીન મળતાં 127 પશુને આશ્રય
  • ભાગડાવડા પંચાયત અને અગ્નિવીર ગૌ સેવા દળનો પ્રેરણાદાયક પ્રયાસ

વલસાડ શહેરમાં આસપાસના ગામડાઓમાંથી રસ્તાઓ ઉપર રખડતા ઢોરના કારણે છા‌શવારે સર્જાતી ટ્રાફિક સમસ્યા,અકસ્માતોને લઇ ઉભી થયેલી વર્ષો જૂની સમસ્યાના અંત માટે વલસાડની અગ્નિવીર ગૌ સેવા દળ સંસ્થા અને ભાગડાવડા ગ્રામપંચાયતના સંયુક્ત પ્રયાસથી તિથલ રોડ વાંકી નદી પાસે પ્રથમવાર ગૌધામનું નિર્માણ કરાયું છે. હાલમાં આ ગૌ ધામમાં શહેરમાંથી પકડી લેવાયેલા 127 જેટલા ગાય બળદોને આશ્રય સ્થાન મળ્યું છે.

દિનેશ ચૌહાણ, પ્રમુખ, અગ્નિવીર ગૌ સેવા દળ, વલસાડ
દિનેશ ચૌહાણ, પ્રમુખ, અગ્નિવીર ગૌ સેવા દળ, વલસાડ

વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળના પ્રમુખ દિનેશભાઇ ચૌહાણ, ઉપપ્રમુખ હેમંત ખેરનાર, માનસિંગ ગઢવી, ભાગડાવડા ડે.સરપંચ બકુલભાઇ જોષી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા સામે છેલ્લા 1 વર્ષથી પ્રયાસો કરી રહ્યા હતા.ગાય બળદ ઘાયલ અવસ્થામાં મળે તો તેમની વિના મૂલ્યે સારવાર માટે આ સંસ્થાના કાર્યકરોએ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી હતી.પાલિકા દ્વારા આવા રખડતા બિનવારસી ઢોરને પકડવા માટે કોઇ નક્કર આયોજન ન થતાં અગ્નિવીર ગૌ સેવા દળના કાર્યકરો ભાગડાવડા ગ્રામપંચાયતના સરપંચ ધર્મેશભાઇ પટેલને મળી પશુધન માટે આશ્રય સ્થાન અને તેમની સારવાર, નિભાવ માટે જમીન શોધી આપવા જણાવ્યું હતું.

ધર્મેશભાઇએ આ પૂણ્યના કાર્ય માટે શહેરના અનાવિલ એનઆઇઆર સ્થિત પરિવારનો સંપર્ક કર્યો હતો.જેમની વાત ધ્યાને લઇ આ ઉદાર પરિવારે તાત્કાલિક વાંકી નદી તિથલ રોડ ઉપર તેમની માલિકીની જમીન ગૌ આશ્રય સ્થાન માટે વાપરવા મંજૂરી આપી દીધી હતી.જેમાં પ્રથમવાર ગૌ ધામ તૈયાર કરાયું છે.આ જગ્યાએ હાલે 127 જેટલા ગાય બળદોને ઘાસચારો,સારવાર,પાણી વિગેરેની વ્યવસ્થા અગ્નિવીર ગૌ સેવા દળના કાર્યકરો રાત દિવસ કરી શહેરની રખડતા ઢોરની સમસ્યાને લગભગ નિર્મૂળ કરવા તરફ આગળ વધી રહ્યા છે.

વલસાડ અનાવિલ સ્વ.કે.આર.દેસાઇના પરિવારે ઉદારતા દાખવી
ઢોરની સમસ્યાથી શહેરીજનો,વાહનચાલકો, રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરંતું ઉકેલ માટે ગૌ ધામ બનાવવા ભાગડાવડા સરપંચ ધર્મેશ પટેલ અને ડે.સરપંચ બકુલ જોષી સાથે ચર્ચા કરી હતી પરંતું જમીનનો મુદ્દો ઉભો થયો હતો. સરપંચ ધર્મેશભાઇએ શહેરના બીડીસીએના માનદમંત્રી સ્વ.કે.આર.દેસાઇના વિદેશ સ્થિત પરિવાર સાથે આ મુદ્દે રજૂઆત કરતા તિથલ વાંકી નદી સ્થિત કિમતી જમીનનો ગૌ ધામના વપરાશ માટે મંજૂરી આપી દીધી હતી.

ગૌ ધામમાં પશુધન નિભાવ માટે રોજનો રૂ.8 હજારનો ખર્ચ
સંસ્થાના કાર્યકર અને ડે.સરપંચ બકુલભાઇ જોષીએ જણાવ્યું કે,સરપંચ ધર્મેશભાઇ પટેલ અને સ્વ.કે.આર.દેસાઇના એનઆઇઆર પરિવારના સહયોગથી જમીનનો પ્રશ્ન ઉકેલાયો છે. ગૌ ધામમાં શહેરના રખડતા ઢોરને પકડીને સંસ્થાના કાર્યકરો સંસ્થાના એમ્બ્યુલન્સ વાહનમાં લાવીએ છીએ,જેના નિભાવનો દૈનિક ખર્ચ રૂ.8 હજારનો છે.હાલમાં દાતાઓ દ્વારા સંસ્થાને રૂ.10 લાખનું દાન ગૌ સેવા માટે મળ્યું છે.જેમાંથી ગૌ ધામમાં બે મોટા શેડ,બે પાણીના હવાડા,ઘાસચારાનો શેડ,કમ્પાઉન્ડની સુવિધા ઉભી થઇ છે.​​​​​​​

વલસાડમાં ગૌ ધામ માટે ઘણા સમયથી પ્રયાસ ચાલૂ હતા
શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને હલ કરવા માટે અમારી સંસ્થા કાર્યકરોની ટીમ સાથે કાર્યરત હતા.ભાગડાવડા સરપંચ ધર્મેશ ભાઇ પટેલ અને ડે.સરપંચ તથા સંસ્થાના કાર્યકર બકુલભાઇ જોષી સાથે આ અંગે ચર્ચા કરી ગૌ ધામનું નિર્માણ કરવા જમીનનો પ્રશ્ન શહેરના એક ઉદાર અનાવિલ એનઆઇઆર પરિવારના સહયોગથી ઉકેલાયો છે.જેમા રખડતા પશુધનની સાચવણી,સારવાર અને ગૌ સેવાનું કાર્ય સંસ્થાના તમામ કાર્યકરો સાથે રહીને સતત કરી રહ્યા છે. - દિનેશ ચૌહાણ, પ્રમુખ, અગ્નિવીર ગૌ સેવા દળ, વલસાડ

અન્ય સમાચારો પણ છે...