તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Magod Village Of Valsad, On The Occasion Of A Wedding, The People Who Were Dancing To The Beat Of A DJ Came Across A Gross Negligence

બેદરકારી:વલસાડના મગોદમાં લગ્નપ્રસંગમાં નિયમોને નેવે મુકી નાચગાન કરવું ભારે પડ્યું, DJ સંચાલક સહિત 3ની ધરપકડ

વલસાડ8 દિવસ પહેલા
  • આયોજકે લગ્નપ્રસંગની મંજૂરી લીધા બાદ પણ નિયમોનો ભંગ કર્યો

વલસાડ તાલુકામાં હજુ કોરોના સંક્રમણ ખતમ થયુ નથી. કોરોનાની બીજી લહેરમાં જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર રહ્યા છે. તેમ છતા લગ્નપ્રસંગોમાં હજી પણ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા. વલસાડ જિલ્લાના મગોદ ડુંગરીમાં લગ્નપ્રસંગે DJના તાલે નાચગાનનો વીડિયો વાઈરલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે કાર્યવાહી કરી DJ સંચાલક, લગ્નના આયોજક સહિત ત્રણની ધરપકડ કરી હતી.

વલસાડ તાલુકામાં કોરોનાની બીજી લહેરેમાં વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણનો ગ્રાફ હાઇ રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટરે માત્ર 50 વ્યક્તિઓ વચ્ચે લગ્નસરાના પ્રસંગો સાદગી પૂર્વક ઉજવવા છૂટ આપી હતી. ​​​​​​​

પરંતુ, મગોદ ડુંગરી ખાતે એક લગ્નસરાની પ્રસંગમાં ગુરૂવારે રાત્રે યોજાયેલી પાર્ટીનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયાની પોલીસને જાણ થતા પોલીસે લગ્ન પ્રસંગમાં ચાલી રહેલી DJ પાર્ટીમાં પોલીસે રેડ કરી હતી. જેમાં કેટલાક લોકો ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જણાવ્યા વગર ગરબા રમતા અને ડાન્સ કરતા ઝડપી પાડયા હતા. રૂરલ પોલીસની ટીમે DJ સંચાલક અને લગ્ન આયોજક મળી 3 ઈસમોની ધરપકડ કરી DJનો સામાન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...