તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ અભિયાન:વલસાડના કપરાડા તાલુકામાં અંધ શ્રદ્ધા દૂર કરી લોકોને રસી કરણ તરફ વાળવા પ્રયાસો હાથ ધર્યા

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રસીકરણ અંગે ઉઠી રહેલી અંધ શ્રદ્ધાઓને લઈ લોકો રસીકરણ જુમબેસથી દૂર રહેતા અને રસી ન લેતા જોવા મળી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગની ટીમે આદિવાસી વિસ્તારના લોકોમાં રહેલી અંધ શ્રદ્ધા દૂર કરી લોકોને રસી કરણ તરફ વાળવા પ્રયાસો હાથ ધર્યા છે.

વલસાડ જિલ્લા કલેક્ટરની ચુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે 100 ટકા રસીકરણના લાક્ષાંક સાથે જિલ્લા રસીકરણ જુમબેશ હાથ ધર્યું છે. વલસાડ જિલ્લામાં આવેલા 6 તાલુકાઓ પૈકી કપરાડા તાલુકાના લોકોમાં સૌથી ઓછું રસીકરણ નોંધાતા જિલ્લા કલેક્ટરે સર્વે હાથ ધરી રસીકરણ ઓછું થવાનું કારણ શોધતા લોકોમાં રહેલી અંધ શ્રદ્ધા સામે આવી છે.

લોકોમાં રહેલી અંધ શ્રદ્ધા દૂર કરવા માટે જ આરોગ્યની ટીમને જવાબદારી સોંપી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ઓછું રસીકરણ ધરાવતા ગામોમાં જન સંપર્ક કરી લોકોમાં રહેલી અંધ શ્રદ્ધાઓ દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. અંધ શ્રદ્ધામાંથી લોકોને રસીકરણ કરાવી કોરોના મહામારી સામે લોકોને રક્ષણ અપાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...