• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Kaprada, A Young Farmer Who Went To Work In His Field At His Native Village Was Electrocuted, The Youth Is Under Treatment In Hospital.

સદનસીબે જીવ બચી ગયો:કપરાડામાં મૂળ ગામ ખાતે પોતાના ખેતરમાં કામ કરવા ગયેલા યુવક ખેડૂત ઉપર વિજળી પડી, યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગત રોજ ગાજ વીજ સાથે કમોસમી વરસાદ પડતાં રક યુવક ઉપર વીજ પડી હતી. આજુબાજુમાંથી ખેડૂતો અને સ્થાનિક લોકો દોડી આવતા યુવકને 108ની મદદ વડે પહેલા કપરાડા અને ત્યાથી તાત્કાલિક વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક હાલ ગભરાયેલ હોવાથી વધુ કઈ બોલી શકતો નથી. હોસ્પિટલના તબીબોએ યુવક ઉપર વીજ પડવાથી પેટના ભાગે દાજી ગયો છે. જેની સારવાર કરવામાં આવી રહી હોવાનું તબીબે જણાવ્યું હતું.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મૂળ ગામમાં રહેતા 24 વર્ષીય ભાસ્કર વિષ્ણુભાઈ ધનગઢ પોતાના ખેતરમાં ખેતી કામ કરવા ગયા હતા જે દરમિયાન, અચાનક ગાજવીજ સાથે કપરાડા પંથકમાં વરસાદ પડ્યો હતો. જે દરમિયાન, કડાકા સાથે ખેતરમાં કામ કરતા ભાસ્કરભાઈ ધનગર ઉપર વીજળી પડતા તે દાઝી ગયા હતા. આજુબાજુના ખેતરમાં કામ કરતાં ખેડૂતોને ઘટનાની જાણ થતા ઇજાગ્રસ્ત યુવકની મદદથી દોડી આવ્યા હતા. 108 ની ટીમ ની મદદ લઈ યુવકને સારવાર માટે પ્રથમ કપરાડા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવક ઉપર વીજ પડતા યુવક હજી સુધી ગભરાયેલો હોવાનું હોસ્પિટલના તબીબો એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...