વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ કામગીરી:ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્યમાં વલસાડની સરકારી પોલીટેકનીક કોલેજે પ્રથમ ક્રમ મેળવ્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા માર્ગ સલામતી જાગૃતિ ક્ષેત્રે 2021-22માં રોડ સેફટી વેબિનાર અને ક્વીઝ કોમ્પીટીશન, RTO TEAM Van સેમિનાર, MORTH Pledge, રોડ સેફ્ટી SMS જેવાં વિવિધ કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓમાં ટેકનિકલ શિક્ષણની સાથે સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન વલસાડ ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરીના પ્રતાપે રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે
ગુજરાત સરકાર દ્વારા માર્ગ સલામતી જાગૃતિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. સરકારી પોલીટેકનીક વલસાડ ખાતે વર્ષ 2021-22 દરમિયાન રોડ સેફ્ટી વેબિનાર, ક્વીઝ કોમ્પિટીશન, RTO TEAM Van સેમિનાર, MORTH Pledge, રોડ સેફ્ટી SMS જેવા વિવિધ કાર્યક્ર્મો કરીને વિદ્યાર્થીઓમાં ટેકનિકલ શિક્ષણની સાથે સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં.
1.25 લાખની પ્રોત્સાહિત રકમ અર્પણ કરવામાં આવી
જે ધ્યાને લઇ તા.12મી ઓક્ટોબરના રોજ સચિવાલય, ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, અગ્રસચિવ મનોજ દાસ તથા રોડ સેફ્ટી કમિશનર એલ.પી. પાલીયાના હસ્તે ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2022 સંસ્થા કેટેગરીમાં સરકારી પોલીટેકનીક વલસાડને પ્રથમ ક્રમાંક એનાયત કરી રૂ. 1.25 લાખની પ્રોત્સાહિત રકમ અર્પણ કરવામાં આવી હતી. વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિએશન (WIAA) તથા L&T અમદાવાદ- માળિયા ટોલ- વે લિમિટેડ અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. એમ સરકારી પોલીટેકનીક વલસાડના આચાર્ય દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...