તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • In Dharampur, On The Issue Of 3 Children And In Balitha, The Candidature Was Canceled Without Writing The Voter Number, 471 Candidates For A Total Of 196 Seats.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોર્મ ચકાસણી પૂર્ણ:ધરમપુરમાં 3 સંતાનના મુદ્દે તથા બલીઠામાં મતદાર ક્રમાંક ન લખતા ઉમેદવારીપત્ર રદ, કુલ 196 બેઠક માટે 471 ઉમેદવાર

વલસાડ, વાપી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતની 38 બેઠક માટે 91 ઉમેદવાર, તાલુકા પંચાયતોની 158 બેઠક માટે 380 ઉમેદવાર {ઉમરગામ-કપરાડામાં સૌથી વધુ બેઠકોનો સમાવેશ થાય છે
 • વલસાડ જિલ્લા-તાલુકા પં.ની ચૂંટણીમાં 288 ફોર્મ અમાન્ય, 471ની ઉમેદવારી માન્ય ઠર્યા
 • આજે ફોર્મ ખેચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે, મુખ્ય રાજકીય પક્ષો અપક્ષ ઉમેદવારોને બેસાડવા તમામ પ્રયાસો કરશે
 • ફોર્મ ચકાસણીના દિવસે ક્યાં તાલુકામાં કઇ બેઠક પર શું થયું

વલસાડ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 13 ફેબ્રુઆરી સુધી ભરાયેલા કુલ 759 ફોર્મની સોમવારે શરૂ થયેલી ચકાસણી પ્રક્રિયામાં ડમી ઉમેદવારોના ફોર્મ આપમેળે રદ થઇ ગયા હતા.ચૂંટણીમાં દરેક ઉમેદવારો દ્વારા તેમની સાથે 1થી વધુ સંખ્યામાં ડમી ઉમેદવારોના ફોર્મ પણ ભરાયા હતા.કોઇ સંજોગોમાં નક્કી ઉમેદવારનું ફોર્મ રદ થઇ જાય તો ડમી ઉમેદવારોના ફોર્મ માન્ય ગણાય શકે તે તેમના પણ ફોર્મ પણ રજૂ કરાયા હતા..સોમવારે ફોર્મ ચકાસણીના અંતે 288 ઉમેદવારના ફોર્મ અમાન્ય ઠર્યા હતા.જેમાં કુલ 288 ફોર્મ રદ એટલે કે અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા.જ્યારે 471 ઉમેદવારના ફોર્મ માન્ય ઠરતાં તેઓ ચૂંટણીના સત્તાવાર ઉમેદવાર જાહેર થયા છે.

આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી વલસાડ જિ.પં.ની 38 અને વલસાડ, ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ, કપરાડા તાલુકા મળી 6 તા.પં.ની કુલ 158 બેઠકની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને આમઆદમી પાર્ટી સહિતના ઉમેદવારોએ વાજતે ગાજતે સમર્થકો સાથે આવી પહોંચી જે તે તાલુકાના ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા. વલસાડ જિ.તા.પંચાયતોની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરી 2021થી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી સુધી 759 ફોર્મ રજૂ કરાયા હતા. જેની ચકાસણી 15 ફેબ્રુઆરી સોમવારના રોજ હાથ ધરાઇ હતી. જેમાં ડમી ઉમેદવારોની અડધો અડધ સંખ્યા હોવાને લઇ મુખ્ય ઉમેદવારોના ફોર્મ મંજૂર કરાયા હતા.

ડમી ઉમેદવારોના ફોર્મ આપમેળે જ રદ થઇ ગયા હતા. જેના પગલે કુલ 471 ફોર્મ માન્ય અને 288 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. આમ જિ.તા.પંચાયતોની કુલ 196 બેઠક માટે હવે 471 ઉમેદવારને ચૂંટણી લડવા માન્ય ઠેરવવામાં આવ્યા છે. મંગળવારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી બંને રાજકીય પક્ષોમાં ગરમાટો જોવા મળશે. જે બેઠક પર અપક્ષ ઉમેદવારો વધુ હશે એ અપક્ષ ઉમેદવારોને યેનકેન પ્રકારે ઉમેદવારી પાછી ખેંચવા મનાવવાના પ્રયાસો બંને પક્ષ હાથ ધરશે.

હવે આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ
15 ફેબ્રુઆરીએ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે 16 ફેબ્રુઆરી,મંગળવારે ઉમેદવારી પત્રો ફરત ખેંચવાની મુદ્દત આપવામાં આવી છે.જે કોઇ રાજકીય પક્ષના ઉમેદવાર કે અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાંથી ખસી જવા માગતા હોય તેઓ મંગળવારે તેમના ઉમેદવારી પત્રો ખેંચી શકે છે.

ક્યાં કેટલા ઉમેદવારીપત્રો માન્ય અને કેટલા અમાન્ય

 • જિલ્લા પંચાયત
 • જિલ્લા પંચાયત, કુલ બેઠક-38
 • કુલ ભરાયેલા ફોર્મ-153
 • માન્ય ફોર્મ-91

તાલુકાવાર સ્થિતિ

તા.પંચાયતબેઠકફોર્મઅમાન્યમાન્ય
વલસાડ321143480
પારડી22782751
વાપી20692643
ઉમરગામ301224577
કપરાડા301245470
ધરમપુર24994059
કુલ158759288471

સૌથી વધુ ફોર્મ વલસાડ કપરાડા, ઉમરગામમાં માન્ય ઠર્યા

ફોર્મ ચકાસણીના અંતે વલસાડ જિ.તા.પં.ની ચૂંટણીમા સ્પર્ધાનું પ્રાથમિક ચિત્ર સ્પષ્ટ થયું છે.જેમાં વલસાડ તાલુકાની 32 બેઠક માટે સૌથી ‌વધુ 80 ઉમેદવારના ફોર્મ મંજૂર થયા છે.ત્યારબાદ દ્વિતિય ક્રમે ઉમરગામ તાલુકા પં.ની 30 બેઠક માટે 77 ફોર્મ અને પછી કપરાડા તાલુકા પંચાયતની 30 બેઠક માટે 70 ઉમેદાવારના ફોર્મ માન્ય રહ્યા છે. આમ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ બે તાલુકા સૌથી મહત્વના મનાય છે.

ટેકેદારોનો મતદાર ક્રમાંક ન લખતાં બલીઠા જિ.પં.ના બીટીપીના ઉમેદવારનું ફોર્મ રદ્
વાપી તાલુકામાં આવતી બલીઠા જિલ્લા પંચાયતની બેઠક પર બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમણે ઉમેદવારીપત્રમાં 9 ટેકેદારોએ મતદારક્રમાંકનો ઉલ્લેખ કર્યો ન હતો. જેને લઇ ચૂંટણી અધિકારીએ ઉમેદવારને તમામ ટેકેદારોનો મતદારક્રમાંક સોેમવાર 3 વાગ્યા સુધીમાં રજુ કરવા જણાવ્યુ હતું. સોમવારે ત્રણ વાગ્યા સુધીમાં 9 ટેકેદારો પૈકી માત્ર 4 ટેકેદારો મતદારક્રમાંક રજુ કરી શકયા હતાં. જેથી ચૂંટણી અધિકારીએ બીટીપીના ઉમેદવારનું ફોર્મ ચકાસણી દરમિયાન રદ્ કર્યુ હતું. આ અંગે ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતું કે એચ.આર.પટેલે જણાવ્યુ હતું કે બલીઠા બેઠક પર એક ફોર્મ રદ થયુ છે. બાકી તમામ ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે. જે ફોર્મ રદ થયુ છે તે ઉમેદવારને મતદારક્રમાંક રજુ કરવા જણાવ્યુ હતુ, પરંતુ તેઓ રજુ કરી શકયા ન હતાં.

આજે ભાજપ સંગઠન નારાજ અપક્ષ ઉમેદવારોને સસ્પેન્ડ કરશે
સ્થાનિક તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપથી નારાજ થઇ અપક્ષ ઉમેદવારી કરનારને ભાજપ સંગઠન 6 વર્ષ માટે સસ્પેન્ડ કરશે. આ નિર્ણયની ભાજપના વતૂર્ળમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. જો કે ભાજપના પદાધિકારીના મતે આ સૂચના આવી છે. હાલ અંગે બોલવું યોગ્ય નથી. વલસાડ તાલુકા સહિત જિલ્લાના પારડી,કપરાડા,ઉમરગામ,વાપી તાલુકામાં ભાજપમાંથી ટિકિટ ન મળતાં ભાજપના જ કાર્યકરો કે માજી હોદ્દેદારોએ અપક્ષમાંથી ઉમેદવારી રજૂ કરી બળવો પોકાર્યો છે.આ સંજોગોમાં 16 ફેબ્રુઆરી મંગળવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે ભાજપથી અસંતુષ્ટ થયેલા અપક્ષો શું નિર્ણય લેશે તે જોવું રહ્યું.

વાપીમાં 4 જિ.પં.ની બેઠકમાં એક પણ અપક્ષ નહિ
વાપી તાં.પં.માં આવતી વલસાડ જિ.પં.ની આ ચાર બેઠક છરવાડા,બલીઠા,છીરી ,લવાછા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી યોજાશે. કારણ કે એક પણ અપક્ષ ઉમેદવાર મેદાને નથી. ફોર્મોની ચકાસણીમાં બંને પક્ષોના ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા 4 બેઠકો સામે 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

ધરમપુરમાં 3 થી વધુ સંતાન મુદ્દે તા.પં. કોંગી ઉમેદવારનું ફોર્મ રદ
ધરમપુર તા.પં.ની 24 બેઠકો તથા ધરમપુર પાલિકાના વોર્ડ નં.2ની 1 બેઠકની પેટા ચૂંટણી માટે ભરાયેલા કુલ 104 ફોર્મ પૈકી ચકાસણીના દિને પક્ષ મેન્ડેટ પ્રમાણે અને અપક્ષ મળી 61 માન્ય 43 અમાન્ય રહ્યા હતા. ધરમપુર તાલુકા પંચાયતની મુરદડ બેઠકના કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ વધુ સંતાન બાબતે અમાન્ય રહ્યું હતું.

ઉમરગામ મેનડેડના અભાવે તા.પં.ના 45 ઉમેદવારના ફોર્મ રદ
ઉમરગામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 122 બેઠક માટે ઉમેદવારીપત્ર ભરાયા હતા જેમાં 45 ઉમેદવારી પત્ર મેન્ડેટ નાઅભાવે અમાન્ય ગણવામાં આવ્યાં હતા અને 77 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતાં. જેના કારણે જે તે પક્ષના ઉમેદવારો અને ટેકેદારોમાં નારજગી વ્યાપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો