યુવાન પર જીવલેણ હુમલો:ધરમપુરમાં પત્ની અને સંતાનોને મળવા ગયેલા યુવકને ભાઈઓએ માર માર્યો

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મ તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મ તસવીર
  • સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી

ધરમપુરના જેલરોડ ઉપર રહતો મક્સુદ હમીદભાઈ શેખ તારીખ 11ના રોજ ખેરગામથી તેના ધરમપુર ખાતે આવેલા ઘરે રહેતી પત્ની અને સંતાનોને મળવા રાત્રે પહોંચ્યા હતો. ઘરનો દરવોજો ખોલનાર મકસુદના પિતરાઈ ભાઈ જાવેદ વાહીદખાન પઠાણ તથા સગો ભાઈ મુફીત હમીદભાઈ શેખે મુકસુદને તારે અમારા ઘરે આવવાનું નહી અને તારા બાળકોને મળવાનું નથી એમ કહી મારવા દોડતા મક્સુદ ભાગીને તેના ઘરની પાછળ જતો રહ્યો હતો. જ્યા બન્ને આરોપીઓએ મક્સુદને પકડીને લાકડાથી ફટકાર્યો હતો. આ દરમિયાન આવી પહોંચેલો મક્સુદનો બીજો સાવકો ભાઈ જુનેદ વાહીદખાને તેને ઢીક્કા-મુક્કાનો માર માર્યો હતો. જે બાદ મક્સુદની પત્ની તથા આરોપી જાવેદ ધરમપુર પોલીસમથકે પહોંચીને તેમને ત્યા બનેલી ઘટનાની જાણ કરતા પોલીસ મક્સુદને પોલીસમખકે લઈ ગઈ હતી. જે દરમિયાન આરોપીઓએ મક્સુદને બીજીવાર અમારા ઘરે આવતો નહી નહીં તો તને જાનથી મારી નાંખીશું તેમ કહી ગાળો આપી હતી.

શખ્સને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો
પોલીસમથકમાં લઈ જવાયેલા મક્સુદ શેખ તથા પત્ની તેમજ ભાઈઓના કથિત વ્યવહારથી નાસીપાસ થઈને તેના મોઢામાં રહેલા એક બ્લેડના કટકાથી પોતાના ડાબા હાથના કાંડે બ્લેડ મારી દીધી હતી. આ સાથે જ તે લોહીલુહાઈ થઈ જતા તેને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...