વિવાદ:ધનોરીમાં પત્નીને બેંક પાસ બુક આપવા ગયેલા પતિને સાળાએ જ ઢીબી નાંખ્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પત્નીએ ઘરે આવવા ના પાડતા ઝગડામાં સાળો તૂટી પડ્યો

વલસાડના અટારમાં પત્નીએ બેંકની પાસ બુક મગાવતા પાસ બુક લઇને ધનોરી ગયેલા પતિએ ઘરે આવવાનું જણાવતા ઝગડો થતાં વચ્ચે આવી સાળાએ તેના બનેવીને ઢિક્કામૂક્કીનો માર મારી ઢીબી નાંખ્યો હતો. વલસાડના અટારમાં રહેતા કિરણ મગનભાઇ હળપતિ કેટલાક દિવસથી બિમાર પડતાં પત્ની હેતલ ઘરે મોડી આવતા ઘરે જલ્દી આવવા જણાવતા બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.જેને લઇ પત્ની તેના પિયર ધનોરી જતી રહી હતી.

15 ઓક્ટોબરે પત્નીએ ફોન કરીને બેંક પાસબુકની જરૂર છે મને આપી જજે તેમ કહેતાં પતિ કિરણ સવારે પત્નીને પાસબુક આપવા પોતાના સાસરે ધનોરી ગયો હતો.જ્યાં પત્નીને ઘરે આવવા જણાવતાં ફરીથી બંન્ને વચ્ચે ઝગડો થતાં સાળો અજીતે આવી ચઢી બનેવી કિરણને ગાળો આપતાં મામલો ઉગ્ર બની ગયો હતો.

દરમિયાન અજીત અને કિરણ વચ્ચે ઝપાઝપી થતાં સાળા અજીતે બનેવી કિરણને ઢિક્કામુક્કીનો માર મારી પાછો આવશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત કિરણે ડુંગરી દવાખાને પહોંચી સારવાર કરાવ્યા બાદ સાળા અજીત વિરૂધ્ધ ડુંગરી પોલીસ મથકે ઉપરોક્ત મુજબની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...