દારૂના કારણે પરિવાર વિખાયો:દમણમાં બે દિવસ પહેલાં પત્નીની હત્યા કરીને ભાગેલા પતિની ઝાડ ઉપર લટકતી લાશ મળી

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ પીનાની ના પાડતા પતિએ બે દિવસ પહેલાં પતિએ પત્નીની હત્યા કરી હતી

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે રહેતા દંપતી વચ્ચે પતિની દારૂ પીવાની લતને લઈને ઘર કંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી હતી. જેની લાશ કડૈયા વિસ્તારમાં આવેલી ઓરકેમ કંપનીની દીવાલ પાસેથી સોમવારે મળી હતી. જે ઘટનાના 2 દિવસ બાદ આજે દલવાડા ડેન્ટલ કોલેજની ગલ્સ હોસ્ટેલ નજીક આવેલી ઝાડીઓમાં વેલાથી ફાંસો ખાધેલી હાલતમાં પતિની લાશ મળી છે.

વલસાડ જિલ્લાને અડીને સંઘ પ્રદેશ દમણ ખાતે ગત સોમવારના રોજ મોડી રાત્રે કડૈયા વિસ્તારમાં આવેલી ઇન્ટેક ઓરકેમ કંપનીની દીવાલ પાછળ પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયેલા પતિની આજે દલવાડા ડેન્ટલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલની નજીક આવેલી ઝાડીઓમાંથી ગળે વેલાથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

મૃતક રણજિત યાદવ ગત સોમવારના રોજ તેની પત્ની પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને ફરાર થઇ ગયો હતો. જે બાદ ગંભીર રીતે ઘાયલ પત્નીને સારવાર અર્થે મરવડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં હાજર ડોકટરોએ મહિલાને મૃત જાહેર કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર રણજિત યાદવની શોધખોળ હાથ ધરી હતી. જેના બે દિવસ બાદ આજે રણજિત યાદવની પણ કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

મૃતક રણજીતના ગળામાં વેલા બાંધેલા હોય તેણે વેલાથી જ ફાંસો ખાઈ લીધો હોય તેવું પ્રાથમિકે અનુમાન હાલ લગાવી રહ્યું છે. ઘટનાની જાણ બાદ કડૈયા ઇન્ચાર્જ પીએસઆઇ લીલાધર મકવાણા, પીએસઆઇ જય પટેલ, પીએસઆઇ ક્રિષ્ણા વિજય સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતકની ઓળખવિધિ હાથ ધરીને તેની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...