મોંઘવારીનો માર:વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં પેટ્રોલ રૂપિયા 100ને પાર પહોંચતા વાહન ચાલકો ચિંતામાં

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંઘપ્રદેશમાં પહેલા ગુજરાત કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા 4 પ્રતિ લીટર ઓછા હતા
  • દમણમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 100.37 પ્રતિ લીટર

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશમાં પેટ્રોલના ભાવમાં વધારો થતા પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયુ છે. જેથી વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે. સંઘપ્રદેશમાં પહેલા ગુજરાત કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા 4 પ્રતિ લીટર ઓછા હતા. જેને લઈને વલસાડ જિલ્લાના લોકો દમણ ફરવા જતા ત્યારે દમણથી પેટ્રોલ પુરાવી લેતા હતા. હવે દમણમાં પણ પેટ્રોલનો ભાવ 100ને પાર પહોંચી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ જિલ્લામાં પેટ્રોલનો ભાવ 102ને પાર પહોંચ્યો છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશમાં વલસાડ જિલ્લા કરતા પેટ્રોલની કિંમતમાં રૂપિયા 4 ઓછા હતા. જેથી વલસાડ જિલ્લાના લોકો મોટા ભાગે દમણ અને દાદરા નગર હવેલીમાં પેટ્રોલ પુરાવવા જતા હતા. દમણ ફરવાની સાથે પેટ્રોલ પુરાવી સહેલાણીઓ દમણ ફરી પરત આવતા હતા. આજે વલસાડ જિલ્લામાં પેટ્રોલનો ભાવ રૂપિયા 102.92 છે. જ્યારે સંઘ પ્રદેશ દમણ ખાતે પેટ્રોલનો ભાવમાં વધારો થતા ત્યાં પણ હવે પેટ્રોલ રૂપિયાને 100ને પાર થઈ રૂપિયા 100.37 ભાવ જાહેર થયો છે. જેને લઈ વાહન ચાલકોમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે. વલસાડ અને દમણમાં પેટ્રોલના ભાવ નજીક પહોંચી જતા વાહન ચાલકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે પેટ્રોલનો ભાવ અંકુશમાં આવે તેમ વાહન ચાલકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...