રેડ:દાદરા નગર હવેલીમાં ક્રાઇમ બ્રાન્ચે 2 જગ્યાએ રેડ કરી રૂ. 2 લાખથી વધુ નકલી ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાન્ચે બાતનીમા આધારે ગુટખાનો જથ્થો અને ગુટખાના પેકિંગનું મશીન પણ ઝડપી પાડ્યું

રાજ્યભરમાં ડુપ્લીકેટ વસ્તુનુ વેચાણ કરવાનો વેપલો છાસાવારે ઝડપાય છે. ત્યારે વધુ આવા સમાચાર વલસાડથી સામે આવ્યાં છે. જ્યાં ક્રાઇમ બ્રાન્ચે બાતનીમા આધારે રેડ કરીને ગુટખાના ડુપ્લીકેટ પેકિંગ કરતી બે દુકાનદારને ઝડપી પાડ્યાં છે. જેમાં રૂ બે લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે.

દાદર નગર હવેલીની ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે સેલવાસમાં આવેલી એક દુકાનમાં ગુટખાનું ડુપ્લીકેટ પેકિંગ કરી રહ્યા હોવાની અને તે ગુટખાનો પેકિંગ કરેલી વસ્તુઓ સેલવાસ અને આજુબાજુના વિસ્તારોમાં હોલસેલમાં વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે દાદરા નગર હવેલીની ક્રાઈમ બ્રાન્ચની ટીમે સેલવાસના બાવિસા ફળિયા ગોવિંદા કોમ્પ્લેક્સ સામે અને ડોકમરડી વિસ્તારની ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનમાંથી ગેરકાયદેસર ગુટખાનો જથ્થો અને ગુટખાના પેકિંગ મશીન ઝડપી પાડ્યું હતું. જેની અંદાજીત કિંમત રુપિયા બે લાખથી વધુ હોવાનુ જાણવા મળે છે. જ્યારે ગુટખાનો જથ્થો લાવી દુકાનદારને વેચનારની પણ ધરપકડ કરવામા આવી છે. આગળની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...