ફરિયાદ:દાદરા નગર હવેલીમાં કોન્ટ્રાક્ટરે કામદારને મજૂરીના પૈસા ન આપ્યા, અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામદારે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દાદરા નગર હવેલીના લેબર કોન્ટ્રાક્ટરે માહિક કામદારને કામના પૈસા આપ્યા ન હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી શ્રમિક યુવતીએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના ડોકમરડી વિસ્તારમા રહેતી યુવતી કોન્ટ્રાક્ટર પાસે છૂટક મજૂરી કામ કરવા ગઈ હતી. ત્યારે કોન્ટ્રાક્ટરે યુવતીને કામના પૈસા ના આપતા અને યુવતી અને એના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાયી છે. ફરિયાદી સુરજ પટેલે એમની બહેન સંદર્ભે એસપી અને સેલવાસ પોલીસ સ્ટેશનમા ફરિયાદ અરજી આપી હતી. જેમા જણાવ્યું કે, મારી બહેન લેબર કોન્ટ્રાકટર બલદેવ તિવારી પાસે રોકડ પર કામ કરવા ગઈ હતી. જે કામના નીકળતા પૈસા વારંવાર માંગવા છતા પણ ના આપતા મિત્ર સુરજસિંહના મોબાઈલ પરથી બલદેવ તિવારીને ફોન કર્યો હતો ત્યારે લેબર કોન્ટ્રાકટરે અમારી જાતિ પર બોલી અમોને અપમાનિત કર્યા છે. તેમજ અપશબ્દો બોલી અમને પેટ્રોલ નાખી સળગાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ લેબર કોન્ટ્રાકટર બલદેવ તિવારી માથાભારે ઈસમ છે જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે એવી વિનંતી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...