વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રખોલી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના બાંધકામ સાઈડના 2 કામદારો દારૂના નશામાં કંપનીમાં આવીને ધમાલ મચાવતા હોવાથી કંપનીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંને યુવકોને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. સેલવાસ પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ઘરી કંપનીના 3 વોચમેનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બંને યુવકોએ કંપનીમાં જાવા માટે ધમાલ કરી હતી
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં દારૂના નશામાં આવેલા 2 કામદારોએ કંપનીમાં ધમાલ મચાવી રહ્યા હતા. જેને લઈને કંપનીના 3 સિક્યુરિટી ગાર્ડે યુવકોને માર માર્યો હતો. બંને યુવકોને લાકડી અને લાતો વડે માર મારવામાં આવ્યો હતો. બંને પૈકી એક યુવક ચાલવાના પણ હોશકોશ ન હતા. આવી કન્ડિશનમાં કંપનીમાં કામ કરવા આવેલા હોવાથી કંપનીના ગેટ ઉપર સિક્યુરિટી ગાર્ડે બંને યુવકોને ઘરે જતા રહેવા માટે સૂચના આપી હોવા છતાં બંને યુવકો કંપનીમાં જાવા માટે ધમાલ કરતા હોવાથી અને અભદ્ર વર્તન કરતા હોવાથી તને માર માર્યો હતો. સિક્યુરિટી ગાર્ડે જ તેના મોબાઈલમાં વીડીયો રેકોર્ડ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
અપશબ્દો બોલતા વોચમેને માર માર્યો
સેલવાસ ખાતે સોશ્યલ મીડિયામાં ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટનાની તપાસ પોલીસે હાથ ધરી હતી. દિવાસાના દિવસે કંપનીની બાંધકામ સાઈડ ઉપર દારૂના નશામાં શ્રમિકો અંદર જવાની જીદ કરી રહ્યા હતા જેથી એ શ્રમિકોને અટકાવ્યા હતા. જેથી કામદારોએ વોચમેનને ગાળાગાળી કરતા વોચમેને માર માર્યો હોવાની હકીકત જાણવા મળતા કંપનીના ત્રણેય વોચમેનની પોલીસે અટકાયત કરી હતી. તેમ સેલવાસ પોલીસના PSI અનિલ T Kએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.