તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરના એંધાણ:જિલ્લામાં 5 બાળા કોરોનાની ઝપેટમાં, 30 પોઝિટિવ કેસ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 2 વૃધ્ધના મોત,વલસાડમાં 3,પારડીમાં 2 બાળા સંક્રમિત

દેશમાં સંભવિત ત્રીજી લહેરમાં સંભવત:બાળકો સંક્રમિત થવાની દર્શાવાય રહેલી શક્યતા અને ભીતિ વચ્ચે વલસાડ જિલ્લામાં બુધવારે 30 દર્દી કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. જેમાં ચિંતાજનક રીતે સંક્રમિત થયેલી 7 થી 16 વર્ષ વચ્ચેની વય ધરાવતી 5 બાળાનો સમાવેશ થાય છે.બીજી તરફ જિલ્લામાં 30 નવા દર્દી સામે 81 દર્દીઓ સાજા થઇ જતાં અનેક પરિવારોમાં રાહતની લાગણી જોવા મળી છે.

હાલમાં કોરના મહામારીની બીજી લહેરમાં સમગ્ર દેશ અને રાજ્ય સરકારો સંક્રમણ સામે લડી રહી છે.ત્યારે આગામી મહિનાઓમાં સંભવિત ત્રીજી લહેરમાં કોરોના બાળકોને ઝપેટમાં લેશે તેવી ભીતિ વ્યક્ત કરાઇ રહી છે.જે માટે સરકારો સામનો કરવા અ્ને બાળકોને સુરક્ષિત રાખવા તૈયારી કરી રહી છે.આ સંજોગો વચ્ચે વલસાડ જિલ્લામાં બુધવારે 30 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા,જેમાં 7 થી 16 વર્ષની વય ધરાવતી 5 બાળા પણ સંક્રમિત થઇ છે.

આ સાથે સાજા થનાર દર્દીમાં વધારો થઇ રહ્યો છે.બુધવારે વધુ 81 દર્દી કોરોના મુક્ત થઇ જતાં ઘરે પરત થયા હતા.જિલ્લામાં 30માથી વલસાડ તાલુકામાં 15,પારડીમાં 7,વાપી 3,ઉમરગામ 4 અને કપરાડામાં 1 કેસ નોંધાયો હતો,જ્યારે ધરમપુરમાં બીજા દિવસે પણ કોઇ કેસ આવ્યો ન હતો. જોકે, વલસાડમાં કર્મભૂમિ રેસિડન્સીના 71 વર્ષીય વૃધ્ધ, વાપીમાં ગજાનંદ એપાર્ટમેન્ટના 82 વર્ષીય વૃધ્ધાનું મોત થયું હતું.

જિલ્લામાં કોરોના

  • કુલ દર્દી 5788
  • સાજા દર્દી 5011
  • એક્ટિવ 343
  • મૃત્યાંક 434
આ ગામે 5 બાળા સંક્રમિત થઇ
તાલુકોગામઉમરપુ.સ્ત્રી
વલસાડધોબીતળાવ11સ્ત્રી
વલસાડમોગરાવાડી14સ્ત્રી
વલસાડકોસંબા16સ્ત્રી
પારડીસુખેશ,ખુતાડિયા ફળિયા9સ્ત્રી
પારડીસુખેશ ખુતાડિયા ફળિયા7સ્ત્રી
અન્ય સમાચારો પણ છે...