તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:વલસાડ તાલુકાના ઊંટડી ગામે 100% કોવિડ-19 ૨સીકરણ સંપન્ન

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં પાત્રતા ધરાવતા 1669 લોકોનું રસીકરણ કરવામા આવ્યું

કોરોનાની મહામારીથી બચવા માટેનું અમોઘ શસ્ત્ર હાલમાં ૨સીકરણ છે. વલસાડ જિલ્લામાં તબક્કાવા૨ 1લી માર્ચ, 2021 થી 60 વર્ષ અને 45 વર્ષથી વધુ વયના વ્‍યક્‍તિઓને રસીક૨ણ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું, ત્‍યાર બાદ 21મી જુન, 2021નાં રોજથી કોવીડ વેક્‍સિનેશન મહાભિયાન અંતર્ગત 18 વર્ષથી વધુ વયનાં વ્‍યક્‍તિઓને પણ રસીક૨ણ શરૂ કરવામાં આવ્‍યું છે.

વલસાડ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની મીટિંગ દરમિયાન વલસાડ તાલુકાના ઊંટડી ગામમાં 100% રસીકરણના કરાયેલા નિર્ણયને ધ્‍યાને લઇ આ ગામમાં પાત્રતા ધરાવતા તમામ 1669 વ્‍યક્‍તિઓને રસીકરણ કરવામાં આવ્‍યું છે. આમ આ ગામમાં કોવિડ-19 ૨સીક૨ણ ક્ષેત્રે 100% સિધ્‍ધી પ્રાપ્‍ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઊંટડી ગામમાં કોળી પટેલ, હળપતિ, દેસાઇ, મુસ્‍લિમ સમાજ મળી વિવિધ સમાજની વ્‍યક્‍તિઓએ ઉત્‍સાહભે૨ ૨સીકરણનો લાભ લઇ કોરોના મુક્‍ત ગામ બનાવવામાં અમુલ્‍ય ફાળો આપેલ છે. ઊંટડી ગામ અન્‍ય ગામો માટે એક ઉત્તમ પ્રે૨ણાષાોત બની રહેશે.

વર્ષ 2020 બેચનાં આકાંક્ષા શિક્ષા, આઇ.એ.એસ.(ટ્રેઈની) નાં સીધા માર્ગદર્શન હેઠળ ઊંટડી ગામે 100% કોરોના રસીક૨ણ ક૨વાની સિધ્‍ધી હાંસલ થઇ છે. તેની સાથે કલેકટ૨, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, તાલુકા હેલ્‍થ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મેડીકલ ઓફિસર, તલાટી, સ૨પંચ, શિક્ષકો, હેલ્‍થ વર્કરો, આશા, ગામ આગેવાનો અને અન્‍ય હોદેદારોનો પણ સિંહફાળો રહયો છે.

ઊંટડી ગામના લોકોની જનજાગૃતિ અભિનંદનનને પાત્ર છે. તેની સાથે આ ઉમદા કામગીરી ક૨નારા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ધરાસણાની ટીમને વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવી આભાર વ્‍યક્‍ત કરાયો છે. મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલે દરેક નાગરિકોને વિનંતી કરતાં જણાવ્‍યું છે કે, કોરોના રસી લઇ પોતે અને પોતાના પરિવારને આ મહામારીથી સુરક્ષિત કરીએ.

અન્ય સમાચારો પણ છે...