ગુણવત્તા સામે સવાલ:ભદેલી જગાલાલા ગામે 2 વર્ષમાં જ પેવર બ્લોકનો રોડ બેસી ગયો

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.80 લાખના ખર્ચે બનેલા માર્ગની ગુણવત્તા સામે સવાલ

વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામે નવાપુરા કૃષ્ણ મહોલ્લામાં વર્ષ 2021માં પંચાયત દ્વારા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂ.1.80 લાખના ખર્ચે બનાવવામાં આવેલો રોડ ટૂંકા ગાળામાં બેસી જવા સાથે ઠેર ઠેર બ્લોક ઉખડી જતા આ રોડના કામની ગુણવત્તા સામે અનેક ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠ્યા છે.

ભદેલી જગાલાલા ગામે કૃષ્ણ મહોલ્લામાં દેવચંદભાઇના ઘરથી પંકજ ભાઇના ઘર તરફ જતો પેવર બ્લોકનો રોડ બનાવવા પંચાયતે 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ.1.80 લાખનું કામ ઠેકેદારને સોંપવામાં આવ્યું હતું જે કામ 5 માસમાં 28-10-2021ના રોજ પૂર્ણ કરાયું હતું. જોકે થોડા જ સમયમાં આ પેવર બ્લોકનો માર્ગ બેસી જવા સાથે ઠેર છેર બ્લોક ઉખડી જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગના કામમાં ઠેકેદારે લાલયીવાડી કરી હોવાની શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...