હુમલો / અતુલમાં પત્નીના પ્રેમી તથા મિત્રોને પતિએ ઢોર માર માર્યો

In Atul, the husband beat up his wife's lover and friends
X
In Atul, the husband beat up his wife's lover and friends

  • બ્રેકઅપ થયું છત્તા પતિ પ્રેમી સાથે ઝઘડો કરતો હતો

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વલસાડ. અતુલ કંપનીમાં કામ કરતા યુવાનનું એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ થયો હતો. પ્રેમ સંબંધની પતિને ખબર પડતા 6 માસ પહેલા પરિણીતા અને તેના પ્રેમી વચ્ચે બ્રેકઅપ થયું હતું. જેની અદાવત રાખીને પ્રેમી ઉપર પતિએ તેના મિત્રો સાથે મળીને ઢોરમાર માર્યો હતો. અતુલના દાદરી ફળિયામાં રહેતો સાગર ભીખુભાઇ નાયકા, ઉ.વ.21, અતુલ કંપનીમાં નોકરી કરતો હતો. અતુલમાં રહેતા કમલેશ નાયકાની પત્ની ગૌતમી સાથે પ્રેમ સંબંધ હતો.

કમલેશ અને તેના સાથી ઘરેથી ભાગી છૂટ્યા
જે અંગે 6 માસ પહેલા ગૌતમીના પતિ કમલેશને ખબર પડી જતા ગૌતમી અને સાગર વચ્ચે પ્રેમ સંબંધ અટકાવ્યો હતો. કમલેશ નાયકા વારંવાર સાગર સાથે ઝઘડો કરતો હતો. અતુલ કંચન નગર પાસે સાગર બાઈક ઉપર જઈ રહ્યો હતો. પાછળથી કમલેશ તેની કાર લઈને આવીને સાગર સાથે ઝઘડો કરી સાગરની બાઇકને કારથી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. 29 જૂનના રોજ સાંજે સાગર તેનો મોટોભાઈ કમલેશ, મિત્ર ભાવેશ સાથે કમલેશ નવીન નાયકાના ઘરે ઝઘડાનું સમાધાન કરવા પહોંચ્યા હતા.કમલેશ નાયકા, સતનામ સરદાર, અક્ષય નાયકા અને પુનિત એકદમ ઉશ્કેરાઈ જઈને હોકી અને વાંસના લાકડા વડે હુમલો કર્યો હતો. લોકો ભેગા થતા કમલેશ અને તેના સાથી ઘરેથી ભાગી છૂટ્યા હતા. સાગર અને તેના સાથે ઘરે જતા રહ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી