ધોરણ 10માં સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર:વલસાડ અને દમણની મળી 4 શાળાઓમાં માત્ર એક વિદ્યાર્થી જ નોંધાયો, સામે 11 કર્મચારીઓ ઓનડ્યુટી હાજર રહ્યા

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્યમાં બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે બીજા દિવસે વલસાડના જિલ્લાના 32 પરીક્ષા કેન્દ્રોમાં આવેલી 94 શાળાઓમાં 1125 વર્ગ ખંડમાં શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષાની યોજાઈ હતી. આજ રોજ બોર્ડની પરીક્ષામાં ધોરણ-10માં સ્ટાન્ડર ગણિતના વિષયમાં નોંધાયેલા 3,895 પૈકી 3,871 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે જિલ્લામાં 24 વિદ્યાર્થીઓ ગેર હાજર નોંધાયા હતા. બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાની અને સંઘ પ્રદેશ દમણની મળી કુલ 4 શાળાઓમાં માત્ર એક-એક જ વિદ્યાર્થી જ નોંધાયા હતા. તમામ પરીક્ષા બિલ્ડીંગમાં 1 વિદ્યાર્થી માટે 11 જેટલા કર્મચારીઓ ખડેપગે સેવામાં ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી સેલવાસની ગવર્મેન્ટ હાઈસ્કૂલ ટોકરવાડા યુનિટ 1 માં નોંધાયેલો વિદ્યાર્થી ગેરહાજર રહ્યો ન હતો. તેમ છતાં શાળામાં 11 કર્મચારીઓ ઓનડ્યુટી હાજર રહ્યા હતા.

વલસાડ જિલ્લાની બાઇ હાઈસ્કૂલ, ઉમરગામ તાલુકાની કે ડી બી હાઇસ્કૂલ, દમણની એમ જી એમ હાઈસ્કૂલ અને સેલવાસની ગવર્મેન્ટ હાઈસ્કૂલ ટોકરવાડા યુનિટ 1માં એક-એક વિદ્યાર્થીઓ સ્ટાન્ડર ગણિત પરીક્ષામાં નોંધાયા હતા. તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે 11 જેટલા કર્મચારીઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા. બોર્ડ દ્વારા 1 વિદ્યાર્થી માટે પણ, 4 પોલીસ જવાનો, 2 આરોગ્ય કર્મચારીઓ અને 5 શિક્ષણ વિભાગના કર્મચારીઓ ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા. સેલવાસની એક માત્ર શાળામાં સેલવાસ ગવર્મેન્ટ હાઈસ્કૂલ ટોકરવાડા યુનિટ 1, નોંધાયેલો વિદ્યાર્થી ગેરહાજર નોંધાયો હતો. પરંતુ કર્મચારીઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા. સાથે વલસાડ આવા બાઈ હાઈ સ્કૂલ ખાતે નોંધાયેલી એક માત્ર દિવ્યાંગ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...