કોરોના કાળ:વલસાડના 5 જીમમાંથી 3 માં કોવિંડ નિયમનું પાલન ન કરાતા નોટિસ આપી

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિમમાં સામાજીક અંતર, સેનેટરાઇઝિંગનો અભાવ
  • 3 દિવસમાં પૂર્તતા કરવા ચેતવણી

વલસાડ શહેરમાં કોવિડ-19 હેઠળના ચેકિંગમાં લેડી ડે.કલેકટરે તરખાટ મચાવ્યો છે.વિશાળ જનહિતમાં કોરોના સંક્રમણ રોકવા માટે ચાલી રહેલા ડ્રાઇવના ત્રીજા રાઉન્ડમાં ડે.કલેકટર જ્યોતિબા ગોહિલે મંગળવારે મોડી સાંજે શહેરના 6 જીમનું મેરેથોન ચેકિંગ હાથ ધરતાં ફફટાડ ફેલાઇ ગયો હતો.વધુ લોકોની ભીડ જોવા મળતાં કોવિડ-19ના નિયમોના ભંગ બદલે 3 જીમના સંચાલકોને નોટિસ આપી 3 દિવસમાં કોવિડના તમામ પ્રોટોકોલનો અમલ કરવા તાકીદ કરવામાં આવી છે.

મંગળવારે ડે.કલેકટર જ્યોતિબા ગોહિલે સાંજે 7.30થી રાત્રે 8 વાગ્યાના અરસામાં શહેરના જીમ ઉપર નજર દોડાવી હતી.જ્યાં કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકાઓ અને કલેકટરના જાહેરનામાનો અમલ થાય છે કે કેમ તે સ્થિતિનો તાગ મેળવવા ડ્રાઇવ હાથ ધરાયું હતું. ડે.કલેકટર શહેરના તિથલ રોડ ઉપર એમડી-900,એમજી રોડ ઉપર આવેલા સનસિટી,પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને તિથલ રોડના એમડી-300 નામના જીમ ઉપર ઓચિંતી તપાસ માટે ટીમ લઇને પહોંચી ગયા હતા. જ્યાં ઘનિષ્ટ ચેકિંગમાં સોશ્યિલ ડિસ્ટેન્સિંગ, સેનેટરાઇઝિંગ, થર્મલ સ્ક્રીનિંગ જેવા નિયમોનું પાલન થાય છે કે કેમ તેનો તાગ મળવ્યો હતો. જે પૈકી 3 જિમ સંચાલકોને નોટિસ જારી કરી આગામી 3 દિવસમાં સોશ્યિલ ડિસ્ટેન્સિંગ, સેનીટરાઇઝિંગનો અમલ કરવા તાકીદ કરી છે.

તિથલ રોડ અને એમજી રોડના જિમને સમયપત્રક બનાવવા સૂચના આપી
ડે.કલેકટર જ્યોતિબા ગોહિલે જિમમાં ભીડ ન સર્જાય તે માટે તિથલ રોડના એમડી-900,એમડી-300 અને એમજી રોડના સનસિટી જિમ સંચાલકોને કોવિડ-19ના પ્રોટોકોલ જાળવવા અલગ અલગ બેચ રાખવા કડક સૂચના આપી હતી.દરેક બેચમાં મર્યાદિત પ્રવેશ આપી કોવિડ-19ના નિયમનો કડક અમલ કરવા ચેતવણી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...