તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:વલસાડ અને વાપીની 29 સરકારી કચેરીમાં કર્મચારીઓનાં માસ્કનાં નિયમોને જ કોરોના

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા સેવાસદન: સામાજીક દૂરીના નિયમો ભૂલી ગ્રાહકોની ભીડ
  • ડેપ્યુટી કલેકટરે પોલીસ સાથે કચેરીમાં તપાસ કરતા 13 કર્મચારી માસ્ક વિના કે અડધું પહેરેલુ જોવા મળતા દંડ ફટકાર્યો હતો

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય છે કે કેમ તેનું ચેકિંગ કરવા મહિલા ડે.કલેકટરે શનિવારે ડ્રાઇવ હાથ ધર્યા બાદ સોમવારે પણ વલસાડ અને વાપી મળી 29 સરકારી કચેરીઓમાં પોલિસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરતાં કર્મીઓમાં ભારે ધ્રુજારો પેસી ગયો હતો.માસ્કના નિયમનો અમલ કરવામાં લાપરવાહી કરનારા 13 કર્મીને રૂ.1 હજાર દીઠ કુલ રૂ.13 હજારનો દંડ ફટકારતાં કચેરીઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો. છેલ્લા બે દિવસથી સરકારી કચેરીઓમાં કલેક્ટર દ્વારા બનેલી ટીમ દ્વારા કોવિડ નિયમોનું પાલન કરાવવા માટે ચેકિંગ હાથ ધરાયું છે. જોકે સરકારી કચેરીઓમાં જ સરકારી બાબુ દ્વારા કોવિડના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. હાલ માસ્ક ન પહેરેનારને દંડ ફટકારી કાર્યવાહી થઈ છે.

કલેકટર આર.આર.રાવલે ડે.કલેકટર જ્યોતિબા ગોહિલના નેતૃત્વ હેઠળ 2 સ્કવોડને કોવિડ-19 હેઠળ ચેકિંગ માટે કામે લગાડી છે.આ સાથે સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવાની બાબત ઉપર નિગરાની રાખવા આદેશ કર્યો હતો.સ્ટેમ્પ ડ્યુટીના ડે. કલેકટર જયોતિબાએ સોમવારે ઓચિંતા ચેકિંગની આ કાર્યવાહીને આગળ ધપાવી હતી. જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં વ્‍યવસ્‍થા અને કોવિડ-19ની માર્ગદર્શિકાનું સરકારી અધિકારી અને કર્મચારીઓ દ્વારા પાલન થાય છે કે નહિ તેની ખાતરી કરવા અલગ અલગ બે ટીમો બનાવવામાં આવી છે.સોમવારે આ બંન્ને ટીમો દ્વારા વલસાડમાં ગુજરાત સરકારની 18 અને કેન્‍દ્ર સરકારની 4 કચેરી મળી 22 તેમજ વાપીની 7 મળી કુલ 29 જેટલી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં કર્મીઓ પાસે માસ્ક તો હતા,પરંતું ટેબલ પર પડ્યા હતા,કેટલાકે ગળામાં લટકાવી રાખ્યા તો કેટલાકે પૂરેપૂરું નાક અને મોઢુંન ઢંકાય તેમ અધકચરી રીતે માસ્ક પહેરેલા કર્મીઓ ભેરવાયા હતા.દરમિયાન કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન ન કરનાર 13 કર્મચારી પાસેથી સ્‍થળ ઉપર કર્મી દીઠ રૂ.1-1 હજાર રૂપિયા મળી કુલ 13 હજારનો દંડ ફટકારાયો હતો.

કર્મીઓનો ઉધડો લીધો
ડેપ્યુટી કલેક્ટરે કહ્યું... કોરોનાથી બચવા તમારે માસ્ક પહેરી- સોશ્યિલ ડિસ્ટેન્સિંગ નથી જાળવવું?

2 ટીમે એક જ દિવસમાં 29 કચેરીમાં છાપો માર્યો
{ ગુજરાત સરકારની જિલ્લા સેવા સદનની કચેરીઓ { મત્સ્યોદ્યોગ, શિક્ષણ કચેરીઓ { જિલ્લા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કચેરી { જિલ્લા તિજોરી કચેરી { વન વિભાગ { સામાજિક વનીકરણ સહિત 18 કચેરી { કેન્દ્ર સરકારની આઇટી { એક્સાઇઝ સહિત 4 કચેરી { વાપીની સરકારી કચેરીઓ

IT વેટમાં લંચ હોવાથી બચ્યા, મત્સ્યોદ્યોગમાં અવ્યવસ્થા
આઇટી-એક્સાઇઝમાં લન્ચબ્રેક હતો,મત્યોદ્યોગમાં પહોંચ્યા ડે.કલેકટર જ્યોતિબા ટીમ લઇને આઇટી અને એક્સાઇઝ કચેરીમાં પહોંચ્યા હતા,જયાં લન્ચબ્રેક હતો,જેને લઇ ડે.કલેકટર પરત થયા હતા.ત્યારબાદ તેઓ મત્સ્યોદ્યોગ કચેરીમાં પહોંચી જતાં કર્મીઓ ઉભા થઇ ગયા હતા.કચેરીમાં નજર દોડાવતા માસ્ક તો પહેર્યા હતા,પરંતું કચેરીની વ્યવસ્થાના ઠેકાણા ન હોવાના મુદ્દે તેમણે ઉધડો લીધો હતો.

સ્ટેમ્પ વેન્ડરોને ભીડ જમા કરતા કાર્યવાહી કરવાની ચીમકી
જિ.સેવાસદન-1ના ગ્રાઉન્ડ ફલોર ઉપર બેસતા સ્ટેમ્પ વેન્ડરોના ટેબલ આગળ અરજદારોનુ ટોળું જોતાં ડે.કલેકટર ભડક્યા હતા.ડે.કલેકટરને જોતાં જ અરજદારો પણ આમ તેમ થઇ ગયા હતા.તેમણે વેન્ડરોને ખખડાવતા કહ્યું કે,કોરોનાથી બચવા તમારે સોશ્યિલ ડિસ્ટેન્સિંગ નથી જાળવવું?આ શું છે? તેમણે કડક સૂચના આપી હવે જો ફરી ટોળું ભેગું કરશો તો કાર્યવાહી કરવા ચીમકી આપી હતી.

કોવિડ-19ના નિયમોના પાલન માટે ડ્રાઇવ ચાલૂ જ રહેશે
લોકલ સંક્રમણ રોકવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા જનહિતમાં કોવિડ-19ના નિયમોનું ચૂસ્ત પાલન કરવું જરૂરી છે.આમ નાગરિકો માટે દંડનીય કાર્યવાહી થઇ રહી છે,પરંતુ સરકારી કચેરીઓમાં અધિકારી અને કર્મીઓની પણ આ નિયમોનો અમલ કરવાની પ્રથમ અને નૈતિક ફરજ છે. જનસમુદાયના વિશાળ હિતમાં આ ડ્રાઇવ ચાલુ રાખી જિલ્લા વહીવટીતંત્ર કાર્યવાહી કરશે. > આર.આર.રાવલ,કલેકટર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો