તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:13 માસમાં સૌથી વધુ વલસાડ તાલુકાના 47% દર્દી સંક્રમિત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 40 ટકા નોકરિયાતોને બહારથી સંક્રમણની શક્યતા, 40 ટકા ખેડૂત અને 20 ટકા ઇતર વર્ગના લોકોની પણ આવજા હતી

વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં પિક દરમિયાન 13 માસના સમયગાળામાં કુલ 6024 દર્દીમાં સૌથી વધુ દર્દી વલસાડ તાલુકામાં બહાર આવ્યા છે.90 ટકા રહેણાંક વિસ્તાર ધરાવતા આ તાલુકામાં નોકરિયાત વર્ગના 40 ટકા લોકો વાપી,સુરત અને દમણ સંઘપ્રદેશની ઔદ્યોગિક વસાહતો સહિત અન્ય સ્થળોએ નોકરી કરતા હોવાના કારણે આવજાના પગલે બહારથી સંક્રમિત થયા હોવાનું અનુમાન થઇ રહ્યું છે.આ સાથે 40 ટકા ખેડૂતો અને 20 ટકા ઇતર વર્ગના પરિવારના લોકો ધંધાકિય રીતે કે નોકરી વ્યવસાયના કારણે અન્ય શહેરો કે ગામોમાં જતાં આવતા દરમિયાન બહારથી સંક્રમણના શિકાર બનવાની શક્યતા દર્શાવાઇ રહી છે.

વલસાડ જિલ્લામાં કોરોના માર્ચ 2020 પછી પીક પર પહોંચવાનું શરૂ થયું હતું.ત્યારબાદ નવેમ્બરથી તેમાં ઘટાડો થયો હતો.ત્યારપછી માર્ચ 2021માં ફરીથી કોરોનાનો કહેર વર્તાયો હતો.જેમાં સંક્રમણ વધી જતાં કોરોના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવતાં જિલ્લામાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી.

આ દરમિયાન કોરોના દર્દીઓના મોતની સંખ્યા પણ ચરમ સીમાએ પહોંચી જતાં સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા જોવા મળ્યા હતા.સ્મશાન ગૃહ પણ જિલ્લા વહીવટી તંત્રને ઉભા કરવા પડ્યા હતા.જેના કારણે જિલ્લાના અત્યાર સુધીના કુલ 6024 દર્દીમાંથી વલસાડ તાલુકામાં જ 2719 દર્દી નોંધાયા હતા.જે જિલ્લાના દર્દીઓ પૈકી 47 થી 48 ટકા એટલે કે અડધો અડધ દર્દીઓ વલસાડ તાલુકામાં જ બહાર આવ્યા હતા. આશ્ચર્યની વાતએ છેકે, વાપી તાલુકો પરપ્રાંતી વર્ગથી ઘેરાયેલો હોવા છતાં આ તાલુકામાં કોરોના સંક્રમણ બીજી લહેરમાં ઓછું હતું.

આ ત્રણ તાલુકામાં સરેરાશ 25 ટકા દર્દી વલસાડ તાલુકાની સરખામણીમાં વાપી,ઉમરગામ અને પારડીમાં મોટી જીઆઇડીસીઓ આવેલી છે.બહાર નોકરીયાતોની સંખ્યા વધુ છતાં વાપીમાં કુલ દર્દી 887,પારડી તા.માં 749 અને ઉમરગામમાં 853 દર્દી જ નોંધાયા છે.જે જિલ્લામાં નોંધાયેલા 6024 દર્દીના સરેરાશ 25 ટકા દર્દી સંક્રમિત થયા હતા.

કોરોનાના કેસ વધવા માટે આ કારણો

  • નોકરિયાતો વાપી, સંઘપ્રદેશ, ઉમરગામ, સુરત સુધી જતાં સંક્રમણ વધી શકે
  • વલસાડ તાલુકામાં સંક્રમણ રોકવા સર્વે અને એન્ટિજન ટેસ્ટ પર વધુ ભાર મૂકાયો,જેમાં વધુ કેસ જોવા મળ્યા
  • વાપી,પારડી સહિતના તાલુકામાં સંક્રમિત દર્દીઓનો સર્વે ઓછો હોય શકે
  • મુંબઇ જતા અને મુંબઇથી વલસાડ આવતા લોકોના કારણે સંક્રમણ વધવાની શક્યતા
  • ખેડૂતો,વેપારીઓ અને સામાન્ય વર્ગના પરિવારના લોકો બહાર આવતા જતાં જાણે અજાણ્યે સંક્રમિત થવાની શક્યતા

સંક્રમણ માટે કોઇ એક કારણ નથી
વલસાડ તાલુકામાં અન્ય તાલુકાઓ કરતા સંક્રમણ વધવા અને વધુ સંખ્યામાં દર્દી નોંધાવવા પાછળ એક નહિ અનેક કારણો હોય શકે.કોણ ક્યાં જાય અને કોના સંપર્કમાં આવી જવાથી સંક્રમિત થઇ ગયા હોય તે ચોક્કસ કહી શકાય નહિ. અન્ય શહેરોમાં નોકરી માટે જતા હોય ત્યારે પણ કોઇનાં સંપર્કમાં આવતાં પરિવારના સભ્યો પણ વધુ સંક્રમિત થયા હોય શકે. > ડો.કમલ ચૌધરી, ટીએચઓ

જિલ્લામાં કુલ ટેસ્ટ
GMERS સિવિલ157442
પોઝિટિવ કેસ 6024
નેેગેટિવ કેસ 151418

સૌથી વધુ વલસાડ તાલુકામાં દર્દી

તાલુકોકેસદાખલસાજામૃત્યાંક
વલસાડ2719192530170
પારડી749368363
વાપી887579389
ઉમરગામ853879154
ધરમપુર513245655
કપરાડા303028519
કુલ6024375538449

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...