તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In 13 Days, 6 New Patients Were Admitted In The District. A Total Of 28 Cases Were Reported In Two Months And 7 Patients Died

બ્લેક ફંગસનો કાળો કહેર:જિલ્લામાં 13 દિવસમાં 6 નવા દર્દી ઝપેટમાં આવ્યાં બે માસમાં કુલ 28 કેસ નોંધાયા, 7 દર્દીના મોત થયા

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1 દર્દી સુરત સિવિલમાં રિફર, 3 સિવિલમા અને 3 ખાનગી હોસ્પિટલમાં દાખલ, 13 દર્દી સાજા થયા, સિવિલમાં 40 બેડની સુવિધા ઉપલબ્ધ

બ્લેક ફંગસ નામના મ્યુકરમાઇકોસિસ રોગે વલસાડ જિલ્લામાં પગપેસારો કર્યા બાદ એપ્રિલ અને મેના છેલ્લા 2 માસમાં કુલ 28 દર્દી આ રોગની ઝપેટમાં આવી ચૂક્યા છે.જેમાંથી 7 દર્દી મોતને ભેટયા છે.છેલ્લા 13 દિવસમાં જ આ રોગના 6 દર્દી સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલમાં 40 બેડનો વોર્ડ તૈયાર કરતાં હાલે દાખલ દર્દીઓને સારવાર અપાઇ રહી છે.

કોરોનાના દર્દીઓને શિકાર બનાવતા મ્યુકરમાઇકોસિસ રોગ ખાસ કરીને આંખ, નાક સહિત મોઢાના ભાગે બ્લેક ફંગસના ચિન્હો જોવા મળે છે. જોતજોતામાં વલસાડ જિલ્લામાં 28 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 7 દર્દીના મોત થયા છે.20 મે સુધીમાં મ્યુકરમાઇકોસિસના 22 દર્દી હતા જે 3 જૂન સુધીમાં વધીને 28 પર આંકડો પહોંચ્યો છે.છેલ્લા 13 દિવસમાં જ મ્યુકરમાઇકોસિસના 6 નવા દર્દીનો ઉમેરો થયો છે.

મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધવાની તીવ્ર સંભાવનાને જોતા આરોગ્ય વિભાગ,જિ.વહીવટી તંત્ર અને સિવિલમાં ભારે દોડધામ શરૂ થઇ હતી.તાત્કાલિક ધોરણે સિવિલમાં આ રોગના દર્દીઓની સારવાર માટે 40 બેડનો વોર્ડ તૈયાર છે.

મ્યુકરમાઇકોસિસ રોગમાં પુરૂષોની સંખ્યા
વલસાડ જિલ્લામાં કુલ 28 દર્દીની સંખ્યામાં પુરૂષ દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે.23 દર્દી પુરૂષ અને 5 સ્ત્રી દર્દી જોવા મળ્યા છે.તેમાં પણ 12 વૃ્ધ્ધ,4 આધેડ,12 યુવાન દર્દીને મ્યુકરમાઇકોસિસના ભોગ બનવું પડ્યું છે. આમ બ્લેક ફગંસના કેસ વધતા ચિંતા વધી છે.

1 દર્દીની આંખ કઢાઇ,1ની દષ્ટિમાં ક્ષતિ સર્જાઇ
સિવિલમાં હાલે 3 દર્દી અને ખાનગીમાં 3 દર્દી સારવાર લઇ રહ્યા છે. જેમાં આદર્શ હોસ્પિટલમાં 27 મેના રોજ દાખલ થયેલા અંતરિયાળ કપરાડાના રોહિયાળ મણિ ફળિયાના 49 વર્ષીય પુરૂષ દર્દીની આંખની દષ્ટિનો પ્રશ્ન ઉભો થયો છે.જ્યારે 23 એપ્રિલે કસ્તુરબામાં દાખલ વલસાડ લીલાપોરના 69 વર્ષીય વૃધ્ધને બચાવવા આંખ કાઢી નાંખવાની નોબત આવી હતી.

આરોગ્ય અને સિવિલની બે મોરચે દોડધામ
એક તરફ કોરોના સંક્રમણ સામે જંગ અને બીજી તરફ મ્યુકરમાકોસિસના દર્દી પણ સામે આવી રહ્યા છે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.આરોગ્ય અને વહીવટી તંત્ર કોરોનાના રોગને નાથવા પ્રયાસો કરી રહ્યું છે,રસીકરણ સહિતના પગલાં ગાઇડલાઇન મુજબ લેવાઇ રહ્યા છે ત્યારે સમાંતર ધોરણે મ્યુકરમાઇકોસિસ સામે પણ બાથ ભીડવાની નોબત ઉભી થતાં તંત્રની બે મોરચે દોડધામ થઇ રહી છે.

આ 13 દર્દી મ્યુકરમાઇકોસિસથી મુક્ત

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રીહોસ્પિટલ
વલસાડલીલાપોર,સુકન રેસિ.69સ્ત્રીકસ્તુરબા
વલસાડડુંગરી,પ્રમુખવાડી સો.61પુરૂષકસ્તુરબા
ઉમરગામસંજાણ,પુનાટપાડા32પુરૂષકસ્તુરબા
વલસાડઅબ્રામા,સોનાસરિતા71પુરૂષકસ્તુરબા
ઉમરગામકરમબેલી,પત્થર ફળિયા49સ્ત્રીકસ્તુરબા
વલસાડમદનવાડ,શિવ એપા.65પુરૂષકસ્તુરબા
વલસાડઝિનતનગર,ભાગડાવડા52પુરૂષઆદર્શ
વલસાડરાબડા,નિશાળ ફળિયા73સ્ત્રીઆદર્શ
ધરમપુરભાંભા,પટેલ ફળિયા37પુરૂષઆદર્શ
વલસાડઓવાડા ઘડોઇ47સ્ત્રીઆદર્શ
વલસાડઅતુલ51પુરૂષપારડી,હો.
વાપીરામનગર,શેખ કોમ્પલેક્ષ33પુરૂષઆદર્શ
વાપીચારરસ્તા,ખાન સર્વિસ સ્ટે.74પુરૂષઆદર્શ
અન્ય સમાચારો પણ છે...